બધાઇ હોમાં આયુષ્માન ખુરાના બોલશે શુદ્ધ હરિયાણવી ભાષા  - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બધાઇ હોમાં આયુષ્માન ખુરાના બોલશે શુદ્ધ હરિયાણવી ભાષા 

બધાઇ હોમાં આયુષ્માન ખુરાના બોલશે શુદ્ધ હરિયાણવી ભાષા 

 | 1:19 am IST

બરેલી કી બરફી અને શુભ મંગલ સાવધાન બાદ અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ બધાઇ હોનું શૂટિંગ શરૂ કર્યુ છે. થોડા દિવસો પહેલાં તેણે એક ચેટ શો દરમિયાન ભૂમિની સિક્રેટ વાતો નેહા ધુપિયા સાથે શેર કરીને ચકચાર જગાવી છે. આયુષ્માન ફિલ્મ બધાઇ હોમાં હરિયાણવી ભાષા બોલતો જોવા મળવાનો છે. આયુષ્માને આ અંગે જણાવ્યું હતું કે એક કલાકાર તરીકે મારે અનેક પડકારભર્યા કિરદારો સિલ્વર સ્ક્રીન પર નિભાવવા છે. હરિયાણવી ભાષાની તાલીમ ફિલ્મ બધાઇ હો માટે લઇ રહ્યો છું. ફિલ્મમાં મારે હરિયાણવી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મસલન મેરઠમાં બોલાતી  હિન્દી ભાષા બોલવાની છે, ફિલ્મમાં મારી સાથે દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા લીડમાં છે.