દિવાળી ટાંણે લોન્ચ થયું એવી બાઈક, જે આપશે 104 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દિવાળી ટાંણે લોન્ચ થયું એવી બાઈક, જે આપશે 104 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ

દિવાળી ટાંણે લોન્ચ થયું એવી બાઈક, જે આપશે 104 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ

 | 2:13 pm IST

પેટ્રોલના વધતા ભાવોની વચ્ચે ટુ વ્હીલર વાહન બનાવતી કંપની બજાજ ઓટોએ સસ્તી બાઈક રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે, તેમની નવી બાઈક Platina ComforTec એ 104 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપસે. જોકે, બજાજની આ બાઈક પ્લેટીનાનું જ અપડેટેડ વર્ઝન છે. કંપની તેને પ્લેટીનાનું નવુ અવતાર ગણાવે છે. આ બાઈકમાં 102CCનું DTS-i નું એન્જિન આપવામાં આવ્યુઁ છે. બજાજે દાવો કર્યો છે કે, આ બાઈકનો લુક પહેલા કરતા વધુ સારો કરાયો છે.

Platina ComforTec માં એલઈડી ડેલાઈટ રનિંગ લાઈટ્સ એટલે કે DRLs આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ દેશની પહેલી એવી 100 સીસી બાઈક છે, જેમાં DRLs લાઈટ આપવામાં આવી છે. બાઈકને BS4 માનકોના હિસાબથી તૈયાર કરવામાં આવી છે. જેમાં કેટલાક બદલાવોની સાથે બજાજનો 102cc DTS-i એન્જિન છે.

બાઈકના એન્જિનની વાત કરીએ તો, તેમાં પહેલા કરતા અનેક બદલાવ કરાયા છે. આ અપડેટ એન્જિનનું પરફોરમન્સ પહેલાથી સારું છે. આ એન્જિન ,500 RPM પ્રતિ 8.2 PS સુધી તાકાત આપે છે, તો તે 5,000 RPM પ્રતિ 8.6Nmનો ટોર્ક પેદા કરે છે. દેશભરમાં બજાજની પ્લેટીનાનો આ નવો અવતાર દિવાળી પર લોન્ચ કરવામાં આવ્યો છે.

કંપની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશમાં દરેક ડીલરની પાસે આ બાઈક ઉપલબ્ધ રહેશે. નવી દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 46,656 રૂપિયા છે.