સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલતા બખેડા કેસની મુદતમાં વાહન વ્યવહાર મંત્રી હાજર રહ્યાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલતા બખેડા કેસની મુદતમાં વાહન વ્યવહાર મંત્રી હાજર રહ્યાં

સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલતા બખેડા કેસની મુદતમાં વાહન વ્યવહાર મંત્રી હાજર રહ્યાં

 | 11:31 pm IST

કાંતી કોટન મિલની જમીન ખરીદી મંત્રીએ બનાવ્યા હતા મકાન, કોર્ટે હાજર રહેવા માટે મંત્રીને સમન્સ પાઠવ્યું હતું

સુરેન્દ્રનગરમાં પ્રખ્યાત કાંતી કોટન મીલની જગ્યા રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ ખરીદી લીધી હતી. તે જમીન ઉપર પ્લોટીંગ પાડીને ૮ મકાન બનાવ્યા હતા. બાદ કોઈ શખ્સોએ જમીન દબાવવાના હેતુસર બખેડો કરતા મંત્રીએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવનો કેસ સુરેન્દ્રનગરની કોર્ટમાં ચાલતો હતો. પરંતુ ફરિયાદી-મંત્રી મુદ્દતમાં હાજર ન રહેતા કોર્ટે તેમને સમન્સ પાઠવી કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું હતું.જેના ભાગરૃપે શુક્રવારે મંત્રી સુરેન્દ્રનગર કોર્ટમાં દોડી આવી મુદ્દતમાં હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરની ઓળખસમી કાંતી કોટન મીલ વર્ષો સુધી બંધ રહી હતી. આ બંધ મીલની જમીન રાજયના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ ખરીદી લીધી હતી. જે જમીન ઉપર પ્લોટીંગ પાડીને 8 મકાન બનાવ્યા છે. પરંતુ સ્થાનીક બે લઘુમતિ લોકો દ્વારા જમીન દબાવવાના હેતુસર બખેડો કર્યો હતો. આ મામલે જમીન મકાનનું સંચાલન કરતા સંચાલકે મંત્રી કાકડીયાને ઘટનાથી વાકેફ કર્યા હતા. આ માથાકુટ અંગેની વલ્લભભાઈ કાકડીયાએ ગત તા.13-12-15 ના રોજ સુરેન્દ્રનગરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે સંદર્ભનો કેસ સુરેન્દ્રનગર ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.એસ.શ્રીવાસ્તની કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ સંદર્ભમાં ફરિયાદી અને મંત્રી ઉપસ્થિત ન રહેતા કોર્ટે ફરિયાદીને 19 મેના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. આથી શુક્રવારે મંત્રી કાકડીયા વકીલના કાફલા સાથે સુરેન્દ્રનગર કોર્ટમાં હાજર રહ્યા હતા. ફરિયાદી વલ્લભભાઈ કાકડીયાએ વકીલની દલીલોના જવાબો આપીને કોર્ટમાં નિવેદન પ્રક્રિયા પુરી કરી હતી.