બાળદિન નિમિત્તે તૈમૂર અલી ખાનને ૧.૩૦ કરોડની ભેટ!  - Sandesh
  • Home
  • Entertainment
  • બાળદિન નિમિત્તે તૈમૂર અલી ખાનને ૧.૩૦ કરોડની ભેટ! 

બાળદિન નિમિત્તે તૈમૂર અલી ખાનને ૧.૩૦ કરોડની ભેટ! 

 | 4:47 am IST

૧૪ નવેમ્બર બાળદિન નિમિત્તે બોલિવૂડ ફિલ્મ જગતના ક્યૂટ સ્ટાર કિડ્સને પોતાના વાલીઓ તરફથી મોંઘી ભેટ મળી હોવાના અહેવાલ છે. બાળદિન નિમિત્તે નવાબ સૈફ અલી ખાને પોતાના લાડકા પુત્ર તૈમૂર અલી ખાનને ૧.૩૦ કરોડ રૂપિયાની ભેટ આપી છે. અભિનેતા અને પટૌડી નવાબ સૈફ અલી ખાને તૈમૂરના નામે એસઆરટીની જીપ ખરીદી છે. આ એસઆરટી જીપ તૈમૂરને બાળદિન નિમિત્તે સૈફે ભેટમાં આપી છે. આ ચેરી લાલ રંગની કારની બેક સીટ પર બેબી સીટ વિશેષ રીતે તૈમૂર માટે છે તેમ જ અન્ય સુરક્ષાની તકેદારી પણ રાખવામાં આવી છે. આ જીપમાં તૈમૂર સાથે નવાબ સૈફ અલી ખાને એક નાનો પ્રવાસ પણ કર્યો હતો.