Balakot Airstrike Proof Of IAF Air Strike Video
  • Home
  • Featured
  • બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 200 આતંકી ઠાર, રાતોરાત શિફ્ટ થઇ હતી લાશો, Video વાયરલમાં દાવો

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 200 આતંકી ઠાર, રાતોરાત શિફ્ટ થઇ હતી લાશો, Video વાયરલમાં દાવો

 | 12:27 pm IST

અમેરિકામાં રહેતા ગિલગિટ એક્ટિવિસ્ટ સેંગે હસનાન સેરિંગે બાલાકોટ પર એર સ્ટ્રાઇકને લઇ ચોંકાવનારા ખુલાસા કર્યા. સેરિંગે એક વીડિયો શેર કરતાં દાવો કર્યો છે કે સ્થાનિક ઉર્દુ અખબારમાં છપાયેલ સમાચાર પ્રમાણે સ્ટ્રાઇખ બાદ 200 આતંકીઓના મૃતદેહને પાકિસ્તાન સેના એ બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વા પહોંચવાનું કામ કર્યું હતું.

સેરિંગ એ એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો. વીડિયો કેપ્શનમાં તેમણે લખ્યું કે ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓએ 200થી વધુ આતંકીઓને દફનાવાની વાત કબૂલ કરી છે. આતંકી મુજાહિદને અલ્લાહથી મળેલ ખાસ ગિફ્ટની વાત કરતાં કહ્યું કે આ લોકો પાકિસ્તાન સરકાર માટે દુશ્મનની વિરૂદ્ધ કામ કરી રહ્યા હતા. તેમના પરિવારોને સહયોગ આપવાની વાત કરી.

વીડિયોમાં કેટલાંક પાકિસ્તાની અધિકારીઓએ રડતા બાળકોને ચૂપ કરાવતા દેખાય શકે છે. પાછળથી કોઇનો અવાજ આવી રહ્યો છે તેમાં એક વ્યક્તિ કહી રહ્યું છે કે આ અલ્લાહનું કરમ છે. અમારા 200 બંદાઓને આ તક મળી. જો કે આ વીડિયોની અમે અમારી તરફથી કોઇ પુષ્ટિ કરી શકયા નથી.

આપને જણાવી દઇએ આતંકી કેમ્પોને બર્બાદ કરવાના સમાચારને પાકિસ્તાન સતત નકારી રહ્યું છે. બીજીબાજુ ભારતે આ એરસ્ટ્રાઇકમાં 200થી વધુ આતંકીઓને ઠાર કરાયા અને આતંકી કેમ્પને ખરાબ રીતે નષ્ટ કર્યાની વાત કહી છે. બાલાકોટમાં જૈશના મુખ્ય આતંકી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. પુલવામા હુમલાના સુસાઇડ બોમ્બરને બાલાકોટથી જ ટ્રેનિંગ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન