Balasinor police station selection among the top 3 police stations in India
  • Home
  • Gujarat
  • ભારતનાં શ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનમાં ગુજરાતના આ પોલીસ સ્ટેશનની પસંદગી

ભારતનાં શ્રેષ્ઠ 3 પોલીસ સ્ટેશનમાં ગુજરાતના આ પોલીસ સ્ટેશનની પસંદગી

 | 1:55 pm IST

મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની ભારત દેશના શ્રોષ્ઠ મોર્ડન 3 પોલીસ સ્ટેશનની કક્ષામાં પસંદગી કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ પૂણે ખાતે આયોજીત થનાર ડીજીપી – આઈજીપી કોન્ફ્રન્સ-2019 દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી દ્ધારા ટ્રોફી એનાયત કરવામાં આવશે. જેને લઈને બાલાસિનોર ઈ.પોલીસ ઈન્સ્પેકટર પી.જે.પંડયાને વિગતો લઈને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન ભારતમાં બીજા ક્રમે છે.

1. અબેર્ડીન પોલીસ સ્ટેશન (અંદામાન નિકોબાર)
2. બાલાસિનોર પોલીસ સ્ટેશન (ગુજરાત)
3. AJK બુર્હાનપુર પોલીસ સ્ટેશન (મધ્યપ્રદેશ)
4. AWPS થેની પોલીસ સ્ટેશન (તમિલનાડૂ)
5. એનિનિ પોલીસ સ્ટેશન (અરૂણાચલ પ્રદેશ)
6. બાબાહરિદાશ દ્વારકા પોલીસ સ્ટેશન (દિલ્હી)
7. બકાની પોલીસ સ્ટેશન (રાજસ્થાન)
8. છોપાદંડી M પોલીસ સ્ટેશન (તેલંગાના)
9. બિચોલિમ પોલીસ સ્ટેશન (ગોવા)
10. બર્ગાવા પોલીસ સ્ટેશન (મધ્યપ્રદેશ)

ભારતભરમાં શ્રોષ્ઠ 3 પોલીસ સ્ટેશનમાં બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી થતા બાલાસિનોર ઈ.પોલીસ ઈન્સ્પેકટર પી.જે.પંડયા સહિત પોલીસ મિત્રો સહિત જિલ્લા પોલીસ કર્મચારીઓમા આનંદની લાગણી છવાઈ છે ત્યારે સાથો સાથે બાલાસિનોરના નગરજનો પોલીસ શુભચિંતકોએ બાલાસિનોર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેદ્ન મોદી દ્વારા વર્ષ 2015માં આ પ્રકારનું લિસ્ટ નિકાળવાની શરૂઆત થઇ હતી. ટોપ-10ની રેસમાં દેશભરના 15,579 પોલીસ સ્ટેશન હતા. પબ્લિક ફીડબૈક, ડેટાના વિશ્લેષણના આધાર પર તેમની પસંદગી કરવામાં આવી છે. 5461 લોકો પાસેથી સલાહ લેવામાં આવી. આ લિસ્ટમાં દરેક શોર્ટ લિસ્ટના સ્થાને લગભગ 60 લોકો સામેલ હતા. તેમની પાસેથી ફિડબૈક લેવામાં આવ્યું હતું.

મહિસાગર જિલ્લા પોલીસવડા ઉષા રાડાએ જિલ્લાના તમામ સિનીયર પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ કર્મચારીઓને આને ઐતિહાસિક સફળતા ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન