Baldness coming at an early age, then know for sure
  • Home
  • Fashion & Beauty
  • ઓછી ઉંમરમાં માથામાં ટાલ પડવાના આ છે કારણ, જાણવા કરો એક ક્લિક

ઓછી ઉંમરમાં માથામાં ટાલ પડવાના આ છે કારણ, જાણવા કરો એક ક્લિક

 | 9:23 am IST

વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે પરંતુ જ્યારે યુવાવસ્થામાં પણ વાળ ખરવા લાગે છે. પરંતુ આ સમસ્યા છોકરીઓ જ નહીં છોકરાઓને પણ થાય છે. ત્યારે અત્યારના સમયમાં ઓછી ઉંમરમાં વાળ ખરવા લાગે છે. પુરૂષોમાં વાળ ખરવાની સમસ્યા સૌથી વધારે હોય છે. ઓછી ઉંમરમાં વાળ ખરવાના અનેક કારણ હોય શકે છે. જે અંગે તમને ખબર હોવી જોઇએ.

વાળ ખરવાના કારણ

વાળ ખરવા અંગે ડોક્ટર્સ જણાવે છે કે વાળની એખ લાઇઉ સાયકલ હોય છે. લાઇફ સાયકલ હિસાબથી જુઓ તો ગ્રોઇંગ ફેજ, રેસ્ટિંગ ફેજ અને શેડિંગ ફેજથી પસાર થાય છે એવું શરીરના દરેક વાળ સાથે થાય છે. આ અંગે ડોક્ટર્સ જણાવે છે કે શરીરમાં અનેક સમસ્યાઓના કારણથી વાળ તેમની સાયકલ પુરી કરતા નથા. ગ્રોઇંગ ફેજ, રેસ્ટિંગ ફેજને છોડીને વાળ સીધા શેડિંગ ફેજમાં આવવા લાગે છે.

સામાન્ય રીતે વાળ ખરવાના મુખ્ય કારણોમાંથી તણાવ, માનસિક સમસ્યા અને શરીરમાં વિટામીન અને હોર્મોનમાં બદલાવ માનવામાં આવે છે. ડોકટર પણ માને છે કે શરીર અને મગજમાં જ્યારે તણાવ વધારે હોય છે ત્યારે વાળ વધારે ખરવા લાગે છે.

તણાવ અને ડિપ્રેશન કરો ઓછું

આ વાળ ખરવાનું બીજુ સૌથી મોટું કારણ છે. જો તમે સતત તણાવ અને ડિપ્રેશનમાં રહો છો તો ઝડપથી વાળ ખરવા લાગે છે. ડિપ્રેશનને ઓછું કરવા માટે લેવામાં આવતી દવાઓથી પણ વાળ ખરવા લાગે છે. તેનાથી બચવા માટે તમારે તણાવ અને ડિપ્રેશનને પ્રાકૃતિક રીતે ઓછું કરવું જોઇએ.

યોગ્ય શેમ્પુની પસંદગી

બજારમાં એવા માઇલ્ડ શેમ્પુ મળે છે જે વાળને વૉશ તો કે છે પરંતુ કોઇ નુકસાન પહોંચાડતા નથી. અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ હેર કન્ડિશનિંગ જરૂર કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન