The company will be launching the newest version of BALE NO
  • Home
  • Business
  • BALENOને બદલીને નવા અવતારમાં લૉન્ચ કરશે આ કંપની

BALENOને બદલીને નવા અવતારમાં લૉન્ચ કરશે આ કંપની

 | 4:43 pm IST

જાપાનની પ્રમુખ ઓટોમોબાઈલ કંપની ટોયેટો આનતા નાણાકીય વર્ષની બીજા છમાસીકમાં સુઝુકીની હેચબેક કાર બલેનો પોતાના સંસ્કરણ ભારતીય બજારમાં ઉતારી શકે છે. સૂત્રોના અનુસાર ટોયેટો, મારૂતિ સુઝુકીના આ લોકપ્રિય મોડલમાં પોતાનો ફીચર જોડવાની દિશામાં કામ કરી રહી છે.

ગયા વર્ષે માર્ચમાં બંને કંપનીઓએ ભારતીય માર્કેટમાં એક બીજા સાથે હાઈબ્રીડ અને અન્ય વાહનોની આપૂર્તિ કરવા સમજૂતી કરી છે. આ કરાર અનુસાર સુઝુકી, ટોયેટોની હેચબેક બલેનો અને કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રિઝાની આપૂર્તિ કરાવે છે, તો ટોયેટો, સૂઝુકીની સેડાન કાર કોરોલાની આપૂર્તિ કરશે. સરળ ભાષામાં કહીએ તો આ કરાર જેમાં કંપની બીજી કંપનીના પ્રોડક્ટમાં પોતાના અનુસાર બદલાવ લાવી શકે છે.

2015માં લૉન્ચ થઈ હતી BALENO

મારૂતિ સુઝુકીએ BALENO મોડલને ઓક્ટોબર 2015માં ભારતીય માર્કેટમાં ઉતાર્યુ હતુ. આ મોડલ એક વર્ષમાં એક લાખ યુનિટથી વધુનુ વેચાણ થયુ છે અને નવેમ્બર 2018માં BALENOનું વેચાણ પાંચ લાખ યુનિટને પાર કરી ગયુ હતુ. આમાં પેટ્રોલ વેરિયન્ટમાં 1197 સીસી અને ડીઝલમાં 1248 સીસી એન્જીન આપવામાં આવેલ છે. પેટ્રોલમાં માઈલેઝ 21.4 કિલોમીટર પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલમાં માઈલેઝ 27.39 પ્રતિ લીટર છે, આ કાર દિલ્હીમાં 5,41,872થી લઈને 8,53,389માં મળી રહી છે.

બંને કંપનીઓમાં થયો છે કરાર

વર્ષ 2019માં કારની વધતી માંગને ઘ્યાનમાં રાખીને ભારતમાં કાર બનાવવા અને તેના વેચાણ માટે ટોયોટો મોટર કોર્પોરેશન અને સુઝુકી મોટર કોર્પોરેશનમાં કરાર થયો. આનાથી જાપાની ઓટોને કંપનીના વિસ્તાર માટે સારી તક મળશે. એક ઈન્ડસ્ટ્રિયલ એજન્સી નિક્કઇ અનુસાર 2021માં ઓટોમોબાઈલ સેક્ટરમાં ઉભરતા દેશોમાં મારૂતિ સુઝુકી અને ટોયોટોની ગ્લોબલ ઓટો વેચાણમાં તેજી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન