Baloch Army Target CPEC in Pakistan
  • Home
  • World
  • પાકિસ્તાનમાં બલૂચ અલગાવવાદીઓએ ચીનની ઊંઘ હરામ કરી, CPEC ખતરામાં

પાકિસ્તાનમાં બલૂચ અલગાવવાદીઓએ ચીનની ઊંઘ હરામ કરી, CPEC ખતરામાં

 | 4:31 pm IST

પાકિસ્તાનમાં ચીનની મહત્વાકાંક્ષી યોજના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ચીનની આ યોજના પાકિસ્તાનના અલગાવવાદીઓના નિશાના પર આવી ગઈ છે. ગત સપ્તાહે યોજનાને નિશાન બનાવતાં આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનના સમુદ્રી તટ ગ્વાદરની પાસે લક્ઝરી પાર્લ કોન્ટિનેન્ટલ હોટેલ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. સીપીઈસી ચીનના બેલ્ટ રોડનો સૌથી મહત્વપુર્ણ ભાગ છે, જે શિનજિયાંગને ગ્વાદર સાથે જોડશે.

શનિવારે થયેલ હુમલાની જવાબદારી અલગાવવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. બીએલએના પ્રવક્તાએ કહ્યું કે, ગ્વાદર પોર્ટ પાસે સ્થિત હોટેલમાં આવનાર ચીન અને પાકિસ્તાનના નિવેશક અમારા નિશાના પર હતા. તેઓએ કહ્યું કે, અમે બલૂચિસ્તાનમાં ચીનના શોષણ આધારિત પરિયોજનાઓને બંધ કરવા અને બલૂચ લોકોના દમનના સમર્થનને લઈને ચેતાવણી આપવામાં આવી હતી. જો ચીન તે વાત નહીં સ્વીકારે, તો અમે હજુ આગળ પણ હુમલા કરતાં રહીશું.

વોશિંગ્ટન આધારિત વિલ્સન સેંટરના વિશ્લેષક માઈકલ કુગેલમને કહ્યું કે, બીએલએ પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા કર્યા છે. પણ આ વખતે અલગાવવાદી સુરક્ષિત અને ખાસ મહત્વવાળી ચીની યોજનાઓ પર હુમલા કરી રહ્યા છે. અલગાવવાદી સંગઠન દ્વારા ગત વર્ષે કરાચીમાં બેઈજિંગ દૂતાવાસ પર હુમલો કર્યો હતો. તેઓએ કહ્યું કે, કોન્ટિનેન્ટલ હોટેલ પર થયેલ હુમલો બેઈજિંગ માટે એક મોટા ઝટકા સમાન છે. કેમ કે, સીપીઆઈનો મહત્વનો ભાગ આ વિસ્તારમાંથી પસાર થાય છે. બલૂચ અલગાવવાદીઓ માટે આ પરિયોજના સંઘર્ષ વધારે તેજ બનાવવા માટેનું એક મોટું કારણ બની ગયું છે.

બલૂચિસ્તાનનો ઈતિહાસ લાંબા સમયથી સંઘર્ષથી ભરપૂર છે. બલૂચ પાકિસ્તાનથી સ્વાયત્તા અને સંસાધનો પર પોતાના હકની માગ કરી રહ્યો છે. વર્ષો સુધી પાકિસ્તાની સેનાએ બલૂચ અલગાવવાદીઓ પર દમન અને માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન પણ કર્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે, બલૂચિસ્તાનમાં ચીની નિવેશ આવવાથી રાષ્ટ્રીય આંદોલનને એક નવો વેગ મળ્યો છે. બીજી તરફ ચીની નિવેશની સુરક્ષામાં પાકિસ્તાનની પ્રતિબદ્ધતા અને આ વિસ્તારમાં વધતી સૈન્ય હાજરીને કારણે બલૂચોના મનમાં અસંતોષ વધી ગયો છે. હવે અલગાવવાદીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરવા આત્મઘાતી હુમલાનો ઉપયોગ કરી રહ્યા છે. ચીની નિવેશ પર હુમલો કરીને અલગાવવાદી નેતાઓ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે.

ચીન સાર્વજનિક રીતે પાકિસ્તાનના બલૂચો વિરુધ્ધ દમનનું સમર્થન કરે છે. પાર્લ કોન્ટિનેન્ટલ પર હુમલા અંગે ચીની મીડિયાએ ચીની નિવેશકોને નિશાન બનાવવાની ખબરને દબાવી દીધી છે. ચીન હવે આ અલગાવવાદીઓ વિરુધ્ધ શું પગલાં ભરશે, તો તે આગામી સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન