બલુચો પહોંચ્યા યુએન હેડક્વાર્ટર, યોજ્યાં દેખાવો - Sandesh
  • Home
  • World
  • બલુચો પહોંચ્યા યુએન હેડક્વાર્ટર, યોજ્યાં દેખાવો

બલુચો પહોંચ્યા યુએન હેડક્વાર્ટર, યોજ્યાં દેખાવો

 | 4:38 pm IST

પાકિસ્તાની સેનાના અત્યાચારોના વિરોધમાં ફ્રિ બલુચિસ્તાન મૂવમેન્ટ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ન્યૂયોર્ક હેડક્વાર્ટર સામે આજે-બુધવારે દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેખાવકારોએ પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનમાં કરવામાં આવી રહેલા માનવ અધિકારના ઉલ્લંઘન મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો.

 

 

દેખાવકારોએ પોસ્ટર સાથે યુએનના હેડક્વાટર બહાર દેખાવો યોજ્યા હતાં. દેખાવકારોના મતાનુસાર બલુચિસ્તાનના મુદ્દે યુએનમાં અન્ય દેશો શા માટે અવાજ કેમ ઉઠાવતાં નથી ? પાકિસ્તાનના દમનના વિરોધમાં માત્ર બલુચ લોકો જ અવાજ ઉઠાવી રહ્યાં છે.

બલુચ સામાજિક કાર્યકર્તાઓ જણાવી રહ્યાં છે કે દરરોજ પાકિસ્તાની સેના બલોચ લોકો પર ગન અને મોર્ટાર વડે હુમલા કરે છે. સેનાએ 1000થી વધુ ઘરને આગ ચાંપી છે. છેલ્લાં ઘણાં સમયથી બલોચ મૂવમેન્ટ વિશ્વના વિવિધ દેશો જેવા કે જર્મની, લંડન, કોરિયા અને ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શન કરી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન