પીએમ પર ઓવારી ગયા કાદરી, કહ્યું-આઝાદ બલૂચિસ્તાનમાં પહેલી પ્રતિમા મોદીની લગાવીશ - Sandesh
  • Home
  • India
  • પીએમ પર ઓવારી ગયા કાદરી, કહ્યું-આઝાદ બલૂચિસ્તાનમાં પહેલી પ્રતિમા મોદીની લગાવીશ

પીએમ પર ઓવારી ગયા કાદરી, કહ્યું-આઝાદ બલૂચિસ્તાનમાં પહેલી પ્રતિમા મોદીની લગાવીશ

 | 8:26 am IST

બલૂચિસ્તાનના મહિલાનેતા નાયલા કાદરી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઓવારી ગયાં હતાં. વારાણસી ખાતે યોજાયેલા બે દિવસીય સંસ્કૃતિ સંસદમાં ભાગ લેવા આવેલા વિશ્વ બલૂચ મહિલા સંઘના વડા નાયદા કાદરીએ જણાવ્યું કે, પાકિસ્તાન અને ચીન સાથે મળીને બલૂચિસ્તાનમાં બલૂચ પ્રજાને જ ખતમ કરવા માગે છે. પાકિસ્તાન બલૂચ પ્રજાનો નરસંહાર કરી રહી છે. ભારત જો પરવાનગી આપે તો બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની રચના અહીંયાં વારાણસીમાં જ કરી દેવામાં આવે. તેમણે બલૂચિસ્તાનની આઝાદી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમને વખાણ્યો હતો. તેમણે જણાવ્યું કે, બલૂચિસ્તાનને આઝાદી મળી તો ત્યાં સૌથી પહેલાં નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. ભારત બલૂચિસ્તાનને આઝાદ થવામાં મદદ કરશે તો બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે. તે ઉપરાંત મધ્યના દેશો સાથે વેપારનો ભારતનો માર્ગ મોકળો થઈ જશે. કોઈપણ ભારતીયને માતા હિંગળાજની દર્શન માટે વિઝાની જરૂર નહીં પડે.

મોદી અમારા ભાઈ છે, તેમનામાં ગજબની હિંમત છે

કાદરીએ વધુમાં જણાવ્યું કે, બલૂચિસ્તાન પોતાની આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યો છે. મોદીએ જે બહાદુરી અને જુસ્સા સાથે આ મુદ્દાને અવાજ આપ્યો છે તે વખાણવા લાયક છે. દુનિયાના કોઈ નેતાએ આ મુદ્દે અમને સાથ આપ્યો નથી કે અવાજ ઉઠાવ્યો નથી. ૭૦ વર્ષથી પાકિસ્તાન અમારા પર જુલમ જ કરતો આવ્યો છે. મોદીજી અમારા હીરો છે. તેઓ અમારા ભાઈ છે અને તેમનામાં ગજબની હિંમત છે. અમે બલૂચો એક વાટકી પાણીના બદલામાં ૧૦૦ વર્ષ વફાદારી નિભાવીએ તેવા છીએ. અમે અમારા પ્રાણ રેડીને માતા હિંગળાજની મંદિરનું રક્ષણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન