Technology ban cost about 1.5 crore users loss to TikTok
  • Home
  • Featured
  • TikTokને ભારે પડ્યો પ્રતિબંધ, કરોડો યૂઝર્સ ગુમાવ્યા

TikTokને ભારે પડ્યો પ્રતિબંધ, કરોડો યૂઝર્સ ગુમાવ્યા

 | 10:04 am IST

પોપ્યુલર વીડિયો શેરિંગ એપ TikTokને ભારતમાં લગભગ બે અઠવાડિયાના પ્રતિબંધથી ઝટકો લાગ્યો છે. TikTok એપને ડાઉનલોડ બ્લોક કર્યા પછી લગભગ 2 અઠવાડિયામાં 1.5 કરોડથી વધારે યૂઝર્સને જોડવાનો મોકો એપના હાથમાંથી સરકી ગયો હતો. આ વાત એક નવા રિપોર્ટથી સામે આવી છે. ટિકટોક એપ પર ચીનની ટેકનોલોજી દિગ્ગજ Bytedanceનો માલિકીનો હક છે.

TikTok ગ્લોબલ ડાઉનલોડ 33% ઘટ્યો હોવાનું અનુમાન

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જો ડાઉનલોડ પર પ્રતિબંધ ન આવ્યો હોત તો એપ્રિલમાં TikTokને માટે ભારતમાં અત્યાર સુધીનો સારો મહિનો રહ્યો હોત. ભારતમાં લગભગ 60 કરોડ ઇંટરનેટ યૂઝર્સ છે. સેન્સર ટાવરની રિપોર્ટમાં સ્પષ્ટ થયુ છે કે ગયા મહિનાની સરખામણીએ એપ્રિલમાં ટિકટોક ગ્લોબલ ડાઉનલોડ 33 ટકા ઘટવાનુ અનુમાન છે. જ્યારે ફરી પ્રતિબંધ ઉઠશે અને આ એપ ડાઉનલોડ કરી શકાશે ફરી એક વાર તેની લોકપ્રિયતા એટલીજ થવાની તે નક્કી છે.

ભારતમાં 12 કરોડથી વધારે યૂઝર્સ

ફોટો અને વીડિયો એપમાં TikTok ટોપ પર છે. ગૂગલ પ્લે સ્ટોર પર TikTok ખુબજ ઝડપથી પરત ફરી રહ્યુ છે. TikTok 2016માં ભારતમાં લૉન્ચ થયુ અને તેની યૂઝર્સની સંખ્યા 12 કરોડથી વધારે છે. ટિકટોકે દાવો કર્યો કે ફ્રેશ ડાઉનલોડ બેનના કારણે આ કંપનીને રોજના હજારો ડૉલરનું નુકસાન થઈ રહ્યુ છે અને લગભગ 250થી વધારે લોકોની નોકરી પર સંકટ આવી ગયુ છે.

કંપનીએ પ્લેટફોર્મ પરથી 6 લાખ શંકાસ્પદ વીડિયો હટાવવાનો દાવો કર્યો છે. ટિકટોક નાના નાના વીડિયો શેર કરનારૂ પ્લેટફોર્મમાંનું એક છે. આ એપમાં વીડિયો બનાવવા સ્પેશિયલ ઈફેક્ટની સુવિધા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન