ભૂલથી પણ ના કરતાં આ વેબસાઈટ પર ક્લિક, નહીં તો થશે 3 વર્ષની જેલ - Sandesh
  • Home
  • Technology
  • ભૂલથી પણ ના કરતાં આ વેબસાઈટ પર ક્લિક, નહીં તો થશે 3 વર્ષની જેલ

ભૂલથી પણ ના કરતાં આ વેબસાઈટ પર ક્લિક, નહીં તો થશે 3 વર્ષની જેલ

 | 4:27 pm IST

પોર્ન પર બેન લગાવવાના પ્રયત્નો બાદ હવે સરકાર ટોરેન્ટ (torrent) પર પ્રતિબંધ લગાવવાની કોશિશમાં દેખાઈ છે. જો તમે કોઈ ટોરેન્ટ વેબસાઈટ પર જતા હોય તો શક્ય છે કે આમ કરીને તમે ક્રાઈમ કરી રહ્યા છો. તે માટે 3 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

જે વેબસાઈટને ભારતે બેન કરી છે, તેમાં કોઈપણ પ્રકારની ટોરેન્ટ ફાઈલ શોધવા કે ડાઉનલોડ કરવા પર તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો, ત્યાં સુધી કે Imagebm પર કોઈ તસવીર જોવાના કારણે પણ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

જે URL પર આ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે સાઈટ પર જવા પર એક મેસેજ મળે છે. આ મેસેજમાં તમને જણાવવામાં આવે છે કે, સરકાર તરફથી મળેલા નિર્દેશો કે કોર્ટના આદેશોના આધારે આ યુઆરએલ પર બ્લોક કરવામાં આવી છે. આ યુઆરએલ પર કઈ જોવું, ડાઉનલોડ કરવું, કોઈ કન્ટેન્ટ કે ગેરકાયદેસર કોપી તૈયાર કરવી ભારતના કાયદા હેઠળ દંડનીય છે. કોપીરાઈટ એક્ટ 1957થી સેક્શન 63,63-A અને 65 અને 65-A હેઠળ મેસેજમાં 3 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયાના દંડની વાત કરવામાં આવી છે.

આખરે એ પણ જણાવવામાં આવ્યું છે કે, જો પ્રતિબંધ પર કોઈ સમસ્યા હોય તો એક ઈમેલ આઈડી પર કમ્પલેન શકો છો. અહીથી 48 કલાકની અંદર સંબંધિત કાર્યવાહીની માહિતી આપવામાં આવશે. આ માહિતીના આધારે આ વ્યક્તિ સંબંધિત હાઈકોર્ટ કે સંબંધિત ઓથોરિટીની સામ-સામે ફરિયાદ મૂકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન