રાજસ્થાનમાં ડીસાના પરિવારનો ગમખ્વાર અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે જ મોત

ડીસા (Deesa) સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લા (Banaskantha) માં દીવાળી બાદ નવા વર્ષમાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ગતરોજ શહેરના હાઇવે ઉપર રોડ ક્રોસ કરતાં એક રાહદારીને ટ્રકે ટક્કર મારતાં તેનું કરૃણ મોત નિપજ્યું હતું. ત્યારે ગઇકાલે સાંજે ડીસાના એક જૈન પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડતાં જેમાં બેના કરૃણ મોત નિપજ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, ડીસા શહેરમાં રહેતાં જૈન સમાજના અગ્રણી અને જમીન દલાલ સાથે સંકળાયેલા સુરેશભાઇ પરાગ (શાહ) પોતાના પરિવાર સાથે ગતરોજ પોતાની ઇનોવા ગાડી લઇને રાજસ્થાન (Rajsthan)માં આવેલ નાકોડા (Nakoda) ખાતે દર્શન કરવા ગયા હતા અને દર્શન કર્યાં બાદ ગઇકાલે સાંજે પરત ડીસા આવી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાનના ગુડામાલાની પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની ગાડી અને જે.સી.બી. વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના લીધે સુરેશભાઇ શાહના પત્ની મંજુલાબેન શાહ અને ડ્રાઇવર રાજુ ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઇજા થઇ હતી અને બે જણાંનો આબાદ બચાવ થવા પામ્યો છે. આ અકસ્માતના પગલે શહેરમાં જૈન સમાજ સહીત અન્ય લોકોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
આ વીડિયો પણ જુઓ : ગુજરાત કોરોનાના જીવતા બોંમ્બ પર બેઠું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન