Banaskatha Vav Village Gujarati girl's death rumored in US, husband jokingly made fun
  • Home
  • Featured
  • અમેરિકામાં ગુજરાતી યુવતીના મોતના સમાચાર અફવા નીકળ્યા, મજાકમાં પતિએ કરી હતી મોટી હરકત

અમેરિકામાં ગુજરાતી યુવતીના મોતના સમાચાર અફવા નીકળ્યા, મજાકમાં પતિએ કરી હતી મોટી હરકત

 | 3:00 pm IST

કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. અમેરિકામાં કોરોના વાયરસનાં લાખો પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને કેટલાંયે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં રહેતાં ગુજરાતીઓ પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેવામાં રવિવારે અમેરિકામાં રહેતી ગુજરાતની 28 વર્ષીય એક યુવતીનું મોત નિપજ્યું હોવાની ચર્ચા અહેવાલોમાં છવાયેલી રહી હતી. પરંતુ હાલ આ ઘટના મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે. 

બનાસકાંઠાની યુવતીની અમેરિકામાં કોરોનાથી મોત થયું છે આ વાત અફવાહ સાબિત થઈ છે. આ ઘટનામાં ખુદ યુવતીના પતિએ જ અમેરિકામાં તેનું કોરોનાથી મોત થયું હોવાની વાત ફેલાવી હતી. યુવતીના પતિએ ઘટનાની ગંભીરતા સમજ્યા વગર મઝાક મઝાકમાં પત્નીના મોતના ખોટા સમાચાર વહેતા કરી મૂક્યા હતા, પરંતુ યુવતીના પતિને આવા કપરા સમયે ગંભીરતા સમજ્યા વિના આવી મઝાક કેટલી મોટી દુર્ષ્પરિણામ લાવી શકે છે.

એટલું જ નહીં, ખુદ યુવતીના પતિએ જ પોતાની પત્ની કોરોનાના કારણે મોતને ભેટી હોવાની ખોટી શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પરિવારજનોએ અમેરિકામાં ફોન કર્યા હતા, જ્યાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. સાચા સમાચાર બાદ સમાજ અને સંબંધીઓએ આડેહાથ લીધા હતા. ત્યારે પ્રશ્ન એવો ઉદ્દભવે છે કે કોરોના વાયરસની મહામારીના ખતરા વચ્ચે અને ગંભીર મામલે આ પ્રકારનું કૃત્ય અપરાધ સમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે બનાસકાંઠાની યુવતીનું અમેરિકામાં કોરોનાના કારણે મોત નિપજ્યું છે તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા. ત્યારબાદ વાવ તાલુકના યુવતીના નિધનથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનામાં રવિવારે એવા અહેવાલ મળ્યા હતા કે બનાસકાંઠાના વાવ તાલુકના એટા ગામની 28 વર્ષીય ભૂમિ રબારી અમેરિકામાં રહેતી હતી. અને ત્યાં તે મોલના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. તેને કોરોના પોઝિટિવ આવતાં 15 દિવસ પહેલાં જ તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી.

15 દિવસ ચાલેલી લાંબી સારવાર બાદ હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો હતો. ભૂમિ ગત 12મા મહિનામાં જ ગુજરાત આવી હતી. ભૂમિનું નિધન થતાં પરિવાર સહિત એટા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. પરંતુ આજે સમાજ અને સંબંધીઓએ ઘટનાને લઈ અમેરિકામાં ફોન કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનામાં પત્નીના મોતના ખોટા સમાચાર તેના પતિએ ફેલાવ્યા હોવાનું સામે આવતા ભારે રોષની લાગ્ણી ફરી વળી છે.

અમેરિકામાં કોરોના વાયરસનાં અત્યાર સુધી 311,656 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને કોરોના વાયરસના કારણે 8,454 લોકોનાં મોત નિપજ્યા છે. તો 14,828 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે સ્પેનમાં 130,759 પોઝિટિવ કેસ અને 12,418 લોકોનાં મોત નિપજ્યા છે. તો ઈટાલીમાં 124,632 પોઝિટિવ કેસ અને 15,362 લોકોનાં મોત નિપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન