Bandra court in Mumbai has ordered to file an FIR against Kangana Ranaut
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની વિરૂદ્ધ નિવેદન બદલ બાંદ્રા કોર્ટે કંગનાની વિરૂદ્ધ FIR દાખલ કરવા કર્યો આદેશ

બોલિવૂડની વિરૂદ્ધ નિવેદન બદલ બાંદ્રા કોર્ટે કંગનાની વિરૂદ્ધ FIR દાખલ કરવા કર્યો આદેશ

 | 2:06 pm IST

મુંબઈમાં બાંદ્રા કોર્ટે(Bandra Court) બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangana Ranaut)ની વિરૂદ્દ એક મામલામાં FIR દાખલ કરવાના આદેશ આપ્યા છે. બાંદ્રા કોર્ટમાં મુન્ના વરાલી(Munna Varali) અને સાહિલ અશરફ સૈયદે (Shahil Ashraf Saiyad) અરજી દાખલ કરી છે.

દાખલ કરાયેલી અરજી ઉપર કોર્ટે આદેશમાં કહ્યું છે કે કંગના રનૌત સતત બોલિવૂડ(Bollywood)ને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. સોશિયલ મીડિયા(Social Media) પ્લેટ ફોર્મથી લઈને ટીવી સુધી દરેક જગ્યાએ તે બોલિવૂડની વિરૂદ્ધ બોલી રહી છે. તે સતત બોલિવૂડને નેપોટિઝમ(Nepotism) અને ફેવરેટિઝમનો અડ્ડો બતાવી રહી છે.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંગનાએ બોલિવૂડના હિંદુ અને મુસ્લિમ કલાકારોની વચ્ચે ખાડો ખોદી રહી છે. તે સતત  આપત્તિજનક ટ્વિટ કરી રહી છે. જેનાથી ન માત્ર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો તેનાથી નાખુશ છે.

હકિકતમાં આ મામલામાં બાંદ્રા પોલીસ સ્ટેશને કંગનાની વિરૂદ્ધ અરજી લેવાની મનાઈ કરી દીધી હતી. જેના પછી અરજી કર્તાએ આ મામલામાં તપાસ માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે કંગના રનૌતની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કર્યો છે.

આ વીડિયો પણ જુઓઃ કોંગ્રેસનું પેટાચૂંટણીને લઈ નવું અભિયાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન