Bangalore police identifies 159 properties of Vijay Mallya
  • Home
  • Featured
  • વિજય માલ્યા પર ઈડીનો સકંજો, 159 સંપત્તિઓ કરી જપ્ત

વિજય માલ્યા પર ઈડીનો સકંજો, 159 સંપત્તિઓ કરી જપ્ત

 | 7:01 pm IST

બેંગ્લુરુ પોલીસે ઈડી (પ્રવર્તન નિદેશાલય)ના માધ્યમથી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કિંગફિશરના માલિક ભાગોડી વિજય માલ્યા અને યૂનાઈટેડ બ્રેવરીજની 159 સંપત્તિઓને જપ્ત કરી છે. બેંગ્લુરુ પોલીસે વધુ સંપત્તિઓની ઓળખ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની તે અરજી પર સૂનાવણી કરી રહી હતી, જેમાં વિજય માલ્યાની સંપત્તિઓને જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભારતની અલગ અલગ બેંકોને નવ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાડનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિદેશી મુદ્રા વિનિયમન અધિનિયમ (ફેરા)ના નિયમોનું ઉલ્લંઘન કરવાના એક કેસમાં ભાગેડું જાહેર કર્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે.