Bangladesh home minister Say planned attack durga pandal
  • Home
  • Featured
  • બાંગ્લાદેશના ગૃહ મંત્રીએ કહ્યુ દુર્ગા પૂજા પંડાલોમાં પૂર્વ આયોજીત હુમલા

બાંગ્લાદેશના ગૃહ મંત્રીએ કહ્યુ દુર્ગા પૂજા પંડાલોમાં પૂર્વ આયોજીત હુમલા

 | 11:13 am IST
  • Share

  • બાંગ્લાદેશના કોમિલ્લામાં હુમલાને લઇને ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલનું નિવેદન
  • દુર્ગા પૂજા પંડાલોમાં પૂર્વ આયોજીત હુમલા
  • તણાવ ઉભો કરીને અસ્તવ્યસ્ત વાતાવરણ ઉભું કરવાનો હેતુ

 

બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા પૂજા પંડાલો પર હુમલા સંદર્ભે ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે અમે કોમિલ્લામાં બનેલી ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ગૃહમંત્રી અસદુઝમાને સ્પષ્ટ કહ્યું કે સમગ્ર ઘટના પાછળનું કાવતરું બહાર આવ્યું છે.

તેમણે કહ્યું કે જો આપણે આ ઘટનાને ઉંડાણપૂર્વક જોઈએ તો આ ઘટનાઓ માત્ર કોમિલ્લામાં જ નહીં, પણ રામુ અને નાસીર નગરમાં પણ બની છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓ પાછળનો હેતુ તણાવ ઉભો કરીને અસ્તવ્યસ્ત વાતાવરણ ઉભું કરવાનો હતો.

સાથે મળીને આતંક સામે લડીશુ

અસદુઝમાન કમાલે કહ્યું, ‘આપણા દેશવાસીઓ કટ્ટરપંથી કે ધર્માંધ નથી. અમે અહીં ક્યારેય આતંકવાદી વાતાવરણ ઉભું થવા દીધું નથી અને તમામ હિન્દુ મુસ્લિમ શીખ લોકોએ આતંકવાદી ઘટનાઓને સાથે મળીને સામનો કર્યો છે. કોમિલ્લા બાદ પણ અલગ અલગ જગ્યાએ અનેક ઘટનાઓ બની છે. નોઆખલીની જેમ ચાંદપુરમાં પણ ચાર લોકોના મોત થયા હતા. આ સિવાય, તે ફેની અને કોક્સબજારમાં થયું છે. આ બધી નાની નાની ઘટનાઓ હતી પરંતુ ચાંદપુર અને નોઆખલીમાં મોત થયા હતા.

બાંગ્લાદેશના ગૃહ પ્રધાને આ ઘટનાઓમાં થયેલી જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું, અને કહ્યું કે અમને ખાતરી છે કે આ ઘટનાઓ અસ્થિર સ્થિતિ ઉભી કરવા અને આપણા દેશના પરસ્પર ભાઈચારાને ખલેલ પહોંચાડવા માટે આયોજિત રીતે કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યુ કે કોમિલ્લા જિલ્લામાં થયેલી ઘટનાની તપાસ થઇ રહી છે. હિંદુ મંદિરોમાં અને દૂર્ગા પૂજાના પંડાલોમાં જેમણે પણ હુમલાઓ કર્યા છે તેમાથી કોઇને છોડવામાં નહી આવે. એ વાતથી કોઇ ફર્ક નથી પડતો કે ક્યા ઉપદ્રવિઓનો ક્યો ધર્મ હતો. આ હુમલા પાછળ જે લોકો છે તેઓ જનતાનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો