બાંગ્લાદેશ-શ્રીલંકાની વન-ડેશ્રેણી ૧-૧થી ડ્રો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બાંગ્લાદેશ-શ્રીલંકાની વન-ડેશ્રેણી ૧-૧થી ડ્રો

બાંગ્લાદેશ-શ્રીલંકાની વન-ડેશ્રેણી ૧-૧થી ડ્રો

 | 1:18 am IST
  • Share

કોલંબો, તા. ૧

મેન ઓફ ધ મેચ થિસારા પરેરાની આક્રમક અર્ધી સદીની મદદથી શ્રીલંકાએ અંતિમ વન-ડેમાં બાંગ્લાદેશને ૭૦ રને હરાવી ત્રણ મેચની શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી હતી. સિરીઝની પ્રથમ વન-ડે બાંગ્લાદેશે જીતી હતી જ્યારે બીજી વન-ડે વરસાદને કારણે રદ કરાઈ હતી.

ત્રીજી વન-ડેમાં ૨૮૧ રનનાં લક્ષ્ય સામે બાંગ્લાદેશની ટીમ ૨૧૦ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને મહેંદી હસને અર્ધ સદી ફટકારી હતી. શ્રીલંકા તરફથી આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર કુશલ મેન્ડીસને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. શ્રીલંકાનો છેલ્લી આઠ વન-ડે મેચમાં આ પ્રથમ વિજય હતો.

ટોસ જીતીને બાંગ્લાદેશે શ્રીલંકાને બેટિંગનું નિમંત્રણ આપ્યું હતું અને શ્રીલંકાનાં બંને ઓપનરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે ૭૬ રન જોડયાં હતાં. ગુનાથિલાકાને આઉટ કરી મહેંદી હસને બાંગ્લાદેશને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ થરંગા પણ ૩૫ રન બનાવી તસ્કીનનો શિકાર બન્યો હતો. અહીથી મેન્ડીસે ૫૪, ગુનારત્નેએ ૩૪ અને પરેરાએ ૫૨ રન બનાવી પોતાની ટીમને ૨૮૦ રનનાં સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન