bangladesh woman cricketer Sanjida Islam wedding photoshoot viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ મહિલા ક્રિકેટરે અનોખા જ અંદાજમાં કરાવ્યું વેડિંગ ફોટોશૂટ, Photos ધડાધડ વાયરલ થયા

આ મહિલા ક્રિકેટરે અનોખા જ અંદાજમાં કરાવ્યું વેડિંગ ફોટોશૂટ, Photos ધડાધડ વાયરલ થયા

 | 9:45 pm IST
  • Share

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર સંજીદા ઇસ્લામ(Sanjida Islam) હાલ ઘણી ચર્ચામાં છે. આપણે જણાવી દઈએ કે સંજીદા ઇસ્લામે તાજતેરમાં લગ્ન કર્યા છે. 24 વર્ષની સંજીદાએ રંગપુરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મીમ મોસાદ્દક સાથે લગ્ન કર્યા છે. સંજીદા પોતાના અનોખા ફોટોશૂટના કારણે હાલ ઘણી ચર્ચામાં છે.

સંજીદાએ કોઈ સુંદર લોકેશન પર જવાની જગ્યાએ ક્રિકેટ સ્ટેડિયમ(Cricket Stadium)માં વેડિંગ ફોટોશૂટ(Wedding photoshoot) કરાવ્યું છે. જ્યાં તે સાડી પહેરીને ટ્રેડિશનલ અંદાજમાં નજરે આવી રહી છે. તેના હાથમાં બેટ છે અને તેને ક્રિકેટ શોટ રમતા પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે. સંજીદાની આ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે સંજીદાએ 2012માં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે બાંગ્લાદેશ(Bangladesh) માટે 16 વનડે(ODI) અને 54 ટી20(T20) મેચ રમી છે. જેમાં અનુક્રમે 164 અને 520 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન