Bangladeshi infiltrator will not allow living in india : BJP Chief Amit Shah
  • Home
  • Featured
  • BJP અધ્યક્ષ અમિત શાહનો હુંકાર, એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોરને છોડવામાં નહીં આવે

BJP અધ્યક્ષ અમિત શાહનો હુંકાર, એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોરને છોડવામાં નહીં આવે

 | 3:57 pm IST

બાંગ્લાદેશી ઘૂસણખોરીના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની નીતિ ફરી એકવાર સ્પષ્ટ કરતા કરતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જાહેરમાં કહ્યું છે કે, એવા ઘુષણખોરોને શોધી શોધીને દેશની બહાર કરવામાં આવશે. ભાજપનો સંકલ્પ છે કે, એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોર ભારતમાં નહીં રહેવા દઈએ. એક એકને શોધીને ખદેડવામાં આવશે. શાહે પાર્ટી કાર્યકર્તાઓને શક્તિ કેન્દ્ર સમ્મેલનને સંબોધિત કરતા આમ કહ્યું હતું.

અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના કાર્યાન્વયનનો ઉલ્લેખ કરતા તેનો વિરોધ કરનારાઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે, વોટ બેંકની ચિંતા કરનારાઓ માનવાધિકારની વાતો કરે છે. તેમને દેશ અને દેશના ગરીબોની ચિંતા નથી.

પાકિસ્તાનમાં વિસ્થાપિત હિન્દુઓના મુદ્દે શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિટીઝન અમેંડમેંટ બિલ લાવ્યા છે, જેમાં અમે નક્કી કર્યું છે કે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા સિખ, હિંદુ, બૌદ્ધ અને જૈન ઘુષણખોર નહીં પણ શરણાર્થીઓ છે અને તેમને ત્યાંની નાગરિકતા મળશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના મહાસચિવ રામ માધવે ગઈ કાલે જ કહ્યું હતું કે, અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રેશનની છેલ્લી યાદીમાં જે લોકોને શામેલ નહીં કરવામાં આવે તેમનો મતાધિકાર છીનવી લેવામાં આવશે અને તેમને પોત પોતાના દેશ પરત મોકલી આપવામાં આવશે. પાર્ટી નેતાઓની વાતમાં સૂર પુરાવતા અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું છે કે, એનઆરસીને દેશભરમાં લાગુ કરવો જોઈએ.