NIFTY 9,966.40 +51.15  |  SENSEX 32,245.87 +216.98  |  USD 64.3400 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બાંગલાદેશી તરુણી પર સામૂહિક બળાત્કાર મામલે 28 વ્યક્તિ સામે ફરિયાદ

બાંગલાદેશી તરુણી પર સામૂહિક બળાત્કાર મામલે 28 વ્યક્તિ સામે ફરિયાદ

 | 11:58 am IST

બાંગલાદેશની એક 14 વર્ષીય તરુણી પર અમદાવાદમાં અને જૂનાગઢના માંગરોળ શહેરમાં કથિતપણે સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો. શનિવારે સગીરાએ નોંધાવેલી ફરિયાદને આધારે માંગરોળ પોલીસે તપાસ શરૃ કરી છે. આ કેસમાં અમદાવાદના સાત અને માંગરોળના 14 સહિત કુલ 28 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થઇ છે. આ સમગ્ર પ્રકરણ પ્રાથમિક તબક્કે વધુ એક સેક્સ રેકેટ પ્રકારનું જણાઇ રહ્યું હોવાની ચર્ચા છે.

ગુરુવારે બપોરે માંગરોળ બસ ર્ટિમનલ ખાતે આ કન્યા આક્રંદ કરતી મળી આવી ત્યારે આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. લોકોએ તેની પૃચ્છા કરી ત્યારે ભાષાના અંતરાયને કારણે તે વાત કરી નહોતી શકી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી અને ત્યાં તેણે પોલીસોને એમ જણાવ્યું હતું કે તે બાંગલાદેશની છે અને તેને ભારતમાં કોઈ વ્યક્તિને વેચી દેવાઈ હતી. તે અમદાવાદ થઈને માંગરોળ પહોંચી હતી.

એક સપ્તાહમાં 21 વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું
તરુણીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં સાત અને માંગરોળમાં 14 વ્યક્તિઓએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેના એક સંબંધીએ પશ્ચિમ બંગાળના બોન્ગા ગામમાં સાઈ નામના એક એજન્ટની સાથે સોદો કરીને તેને વેચી દીધી હતી. કન્યાને જૂનાગઢમાં મહિલાઓના શેલ્ટર હોમમાં મોકલાવાઈ હતી અને ત્યાં દુભાષિયાની મદદ સાથે તેણે પોતાની આપવીતી વર્ણવી હતી.