bank holidays 2021 november banks will remain closed for 5 days from tomorrow
  • Home
  • Business
  • આવતીકાલથી 5 દિવસ બેંક રહેશે બંધ, જાણી લો તારીખો

આવતીકાલથી 5 દિવસ બેંક રહેશે બંધ, જાણી લો તારીખો

 | 9:54 am IST
  • Share

  • આવતીકાલથી 5 દિવસ બેંક રહેશે બંધ
  • અનેક તહેવારના કારણે જોવા મળશે રજા
  • બેંકના કામ પ્લાન કરતા પહેલા જાણી લો તારીખો

 

જો તમે આ મહિને બેંકના કામ કરવા ઈચ્છો છો તો તમારે રજાની તારીખો ખાસ જાણી લેવી જરૂરી છે. આ મહિને ધનતેરસ, દિવાળી, કાળી ચૌદસ, બેસતું વર્ષ અને ભાઈબીજના તહેવાર સિવાય પણ અનેક તહેવાર આવી રહ્યા છે. આ મહિને કુલ 17 દિવસ બેંક બંધ છે તો જાણી લો તારીખો તમે પણ.

 

સતત 5 દિવસ બેંક બંધ રહેશે

તહેવારના મહિનામાં સતત 5 દિવસ બેંક બંધ રહેશે. આ રજાઓ દેશના અલગ અલગ રાજ્યોમાં હશે. આવતીકાલે 3 નવેમ્બરે કાળી ચૌદશ ઉજવાશે અને બેંક બંધ રહેશે. તો 4 નવેમ્બરે દેશમાં દિવાળી મનાવવામાં આવશે અને સાથે બેંગલોરને છોડીને દરેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. આ સિવાય 5 નવેમ્બરે અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. 6 નવેમ્બરે ભાઈ બીજનો તહેવાર ઉજવાશે. આ પછી 7 નવેમ્બરે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.

જાણો આરબીઆઈએ જાહેર કરેલી બેંકની રજાઓની તારીખો

RBIની ગાઈડલાઈન્સના અનુસાર રવિવારની સાથે સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે. આરબીઆઈએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજાઓ જાહેર કરી છે.

 

નવેમ્બર 2021માં આ દિવસોએ રહેશે રજા

  • 3 નવેમ્બર – કાળી ચૌદસ – બેંગલુરુમાં બેંક બંધ રહેશે.
  • 4 નવેમ્બર – દિવાળી- બેંગલુરુ સિવાય તમામ રાજ્યોમાં બેંક બંધ રહેશે.
  • 5 નવેમ્બર – બેસતું વર્ષ – અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ અને નાગપુરમાં બેંક બંધ રહેશે.
  • 6 નવેમ્બર – ભાઈબીજ – ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનઉ અને શિમલામાં બેંક બંધ રહેશે.
  • 7 નવેમ્બર – રવિવારના કારણે બેંક બંધ રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો