Bank holidays December 2021: Banks will be closed for 16 days
  • Home
  • Business
  • ડિસેમ્બરમાં 16 દિવસ બેન્કો રહેશે બંધ, પ્લાન કરી લો તમારા કામ

ડિસેમ્બરમાં 16 દિવસ બેન્કો રહેશે બંધ, પ્લાન કરી લો તમારા કામ

 | 1:14 pm IST
  • Share

  • આવતા મહિને કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે

  • કેટલીક રજાઓ સ્થાનિક હોવાને કારણે બેંકો ચોક્કસ સ્થળોએ બંધ રહેશે

     

ચાર દિવસ બાદ આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર 2021 શરૂ થશે. જો તમે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલ રજાઓની યાદી ચોક્કસપણે ચકાસી લો. આ મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે.

બેંકો 16 દિવસ બંધ રહેશે

આવતા મહિને કુલ 16 દિવસ બેંકો બંધ હશે, જેમાં 4 રજાઓ રવિવારની છે. આમાંની ઘણી રજાઓ સળંગ પડવાની છે. આ મહિનામાં નાતાલનો તહેવાર આવે છે, જેની રજા દેશની લગભગ તમામ બેંકોમાં હોય છે. જો કે, દરેક જગ્યાએ બેંકો 16 દિવસ સુધી બંધ રહેવાની નથી. કેટલીક રજાઓ સ્થાનિક હોવાને કારણે બેંકો ચોક્કસ સ્થળોએ બંધ રહેશે.

 

RBIએ યાદી જાહેર કરી

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. અહીં ડિસેમ્બર મહિના માટે આરબીઆઈની યાદીની સાથે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. તેના આધાર પર તમે તમારી બેંક સાથે સંબંધિત કામકાજ ફટાફટ પતાવી દેજો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ડિસેમ્બર 2021માં બેંકોની રજાઓ

3 ડિસેમ્બર – ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજીમાં બેંકો બંધ)
5 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
11 ડિસેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
18 ડિસેમ્બર – યુ સો સો થમની પુણ્યતિથિ (શિલોંગમાં બેંકો બંધ)
19 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
24 ડિસેમ્બર – ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંકો બંધ)
25 ડિસેમ્બર – ક્રિસમસ (બેંગલુરુ અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)
26 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
27 ડિસેમ્બર – નાતાલની ઉજવણી (આઈઝોલમાં બેંકો બંધ)
30 ડિસેમ્બર – યુ કિઆંગ નોંગબાહ (શિલોંગમાં બેંકો બંધ)
31મી ડિસેમ્બર – નવા વર્ષની સાંજ (આઈઝોલમાં બેંકો બંધ)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો