Bank Holidays in March 2021: Bank will be closed for 11 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • માર્ચ મહિનામાં બેંકનું કામકાજ બની રહેશે મુશ્કેલ, આટલા દિવસ જોવા મળશે તાળું

માર્ચ મહિનામાં બેંકનું કામકાજ બની રહેશે મુશ્કેલ, આટલા દિવસ જોવા મળશે તાળું

 | 4:41 pm IST
  • Share

ફેબ્રુઆરી મહિના પૂર્ણ થવાનો છે, જો તેમે બેંકને લગતું કામ કોઇ કારણોસર આગામી માર્ચ મહિના માટે ટાળી રાખ્યુ છે તો એકવાર કેલેન્ડર જોઇ લેવું. કારણ કે બની શકે છે કે, તમે જે દિવસે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તે દિવસે બેંકમાં તાળું લાગેલું હોય. માટે સારૂ રહેશે કે એડવાન્સમાં જાણી લેવામાં આવે કે માર્ચ મહિનામાં ક્યાં-ક્યાં દિવસે બેંક બંધ રહેશે.

માર્ચમાં 11 દિવસ બેંક બંધ રહેશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના હોલિડે કેલેન્ડર અનુસાર, માર્ચમાં હોળી અને મહાશિવરાત્રિની સાથે જ 11 દિવસ બેંકોમાં રજા રહેશે. જેમા 5 માર્ચ, 11 માર્ચ, 22 માર્ચ. 29 માર્ચ અને 30 માર્ચના રોજ બેંકમાં રજા રહેશે. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવાર પણ બેંક બંધ રહેશે. એટલે કે કુલ 11 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે.

5 માર્ચ 2021 : ચાપચર કુટના અનુસંધાનમાં મિજોરમમાં રજા
11 માર્ચ 2021 : મહાશિવરાત્રિ
22 માર્ચ 2021 : બિહાર દિવસ
29 અને 30 માર્ચ 2021 : હોળી અને રજા

15 માર્ચથી હડતાળ

આ રજાઓ સિવાય બેંક કર્મચારીઓના 3 સંગઠનોના ટોચના એકમોએ સાર્વજનિક ક્ષેત્રોની બે બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં 15 માર્ચથી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે, નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ ભાષણમાં વિનિવેશના કાર્યક્રમ અંતર્ગત સાર્વજનિક ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી છે. જેના વિરોધમાં બેંકિંગ યૂનિયનોએ હાડતાળની વાત કહી છે.

આ વીડિયો પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા એરપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન