Bank of Baroda Offers refunding home and auto EMI to Customer
  • Home
  • Business
  • લોકડાઉન વચ્ચે આ બેંકે કરી મોટી જાહેરાત, કપાત થયેલ EMIના પૈસા કરી રહી છે પરત!

લોકડાઉન વચ્ચે આ બેંકે કરી મોટી જાહેરાત, કપાત થયેલ EMIના પૈસા કરી રહી છે પરત!

 | 3:15 pm IST

હાલ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. જેથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. લોકડાઉનના કારણે સામાન્ય જીનજીવન ઠપ્પ થયું છે. ત્યારે હવે જાહેર ક્ષેત્રની એક બેંકે ગ્રાહકોને વધુ સમસ્યા ન થયા તે માટે મહત્વની રજૂઆત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા(BOB) એ ગ્રાહકોને તેમની માર્ચ મહિનામાં કટ કરેલ કિસ્ત(EMI) પરત કરવા રજૂઆત કરી છે. એવું એટલા માટે કે જેથી ગ્રાહક કોરોના વાયરસ મહામારીના કારણે ઉપજેલ સંકટની સ્થિતિમાં પોતાની રોકડ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. બેંકે આ વિકલ્પ માત્ર હોમ અને વ્હીકલ લોન લેનાર ગ્રાહકોને આપ્યો છે. માહિતી મુજબ આ અંગે બેંક ગ્રાહકોને મેસેજ મોકલીને વિકલ્પ અંગે જણાવી રહી છે.

રિપોર્ટ પ્રમાણે રિઝર્વ બેંક દ્વારા દરેક પ્રકારની લોન(ટર્મ લોન) પર એક માર્ચ 2020થી 31 મે 2020 દરમિયાન લેવામાં આવતી માસિક કિસ્ત પર ત્રણ મહિનાની રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બેંકે કોરોના વાયરસને રોકવા ચાલી રહેલા ‘લોકડાઉન’ના કારણે આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત ન થાય અને લોકો પર વધુ ભાર ન પડે તે માટે આ જાહેરાત કરી છે. જોકે ત્રણ મહિનાની અવધિ બાદ બાકી અને પરત કરેલ કિસ્તની ચુકવણી કરવાની રહેશે.

આ વીડિયો પણ જુઓ: દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ – અશ્વિનીકુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન