Chinese Bank of China gets RBI licence to launch operations in India
  • Home
  • Business
  • ચાઈના હવે બેન્કીંગ ક્ષેત્રે ભારતમાં કરશે ‘ઘૂસણખોરી’, RBI દ્વારા પરવાનગી

ચાઈના હવે બેન્કીંગ ક્ષેત્રે ભારતમાં કરશે ‘ઘૂસણખોરી’, RBI દ્વારા પરવાનગી

 | 3:37 am IST
  • Share

બેન્ક ઓફ ચાઇનાની અરજીને માન્ય રાખીને ભારતીય રિઝર્વ બેન્કે તેને બુધવારે લાઇસન્સ આપતાં બેન્ક ઓફ ચાઇના હવે ભારતમાં પોતાના કાર્યાલયો શરૂ કરશે. દેશમાં તે સાથે જ બીજી ચીની બેન્ક કાર્યરત થઈ જશે. બેન્ક ઓફ ચાઈના સહિતની સંખ્યાબંધ વિદેશી બેન્કે ભારતમાં પોતાના ઓપરેશન માટે મંજૂરી મેળવવા રિઝર્વ બેન્કને અરજી કરી હતી. ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજની સ્થિતિએ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્સ બેન્ક ઓફ ચાઈના લિમિટેડ સહિતની ૪૫ વિદેશી બેન્ક ભારતમાં કાર્યરત હતી. યુનાઈટેડ કિંગડમની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક ભારતમાં સૌથી વધુ ૧૦૦ શાખા ધરાવે છે.

એસસીઓ શિખર બેઠક વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી બેઠક વખતે ચીની બેન્કને ભારતમાં ઓપરેટ કરવા મંજૂરી આપવાને મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો હતો.

હોંગકોંગ અને શાંઘાઈ શેરબજારમાં નોંધાયેલી બેન્ક ઓફ ચાઇના ૧૫૮.૬ અબજની બજાર મૂડી ધરાવે છે. ભારતમાં કાર્ય કરવા આ રીતે બીજી ચીની બેન્કે મંજૂરી મેળવી લીધી છે. ભારતમાં પોતાની શાખા શરૂ કરૂ કરવા મંજૂરી માગનારી બેન્કોમાં ઈરાનની ત્રણ, દક્ષિણ કોરિયાની બે તેમ જ મલેશિયા અને નેધરલેન્ડની એક એક બેન્કનો સમાવેશ થાય છે.

બેન્ક ઓફ ચાઇના તે ચીનની મુખ્ય ચાર રાજ્યની માલિકીની બેન્ક પૈકીની એક બેન્ક છે. અસ્કયામતોની દષ્ટિએ ચીનની બીજા ક્રમની સૌથી મોટી બેન્ક છે. બેન્કના સંખ્યાબંધ કોર્પોરેટ ગ્રાહકો ભારતમાં કાર્યરત હોવા છતાં બેન્ક ભારતમાં શાખા ધરાવતી નહોતી.

આ બેન્કોએ લાઇસન્સ માટે કરી છે અરજી

રિઝર્વ પાસે મંજૂરી માગનારી બેન્કોમાં ઈરાનની બેન્ક પસારગડ, ર્પિશયન બેન્ક અને સમાન બેન્કનો સમાવેશ થાય છે. તો ઉત્તર કોરિયાની કુકમિન બેન્ક તેમ જ નોંઘઅપ બેન્કે મંજૂરી માટે અરજી કરી છે. મલેશિયાની મેબેન્કે કરેલી અરજી ફગાવવામાં આવતાં તેણે ફરી અરજી કરી છે. નેધરલેન્ડની આઇએનજી બેન્ક પણ અરજી કરી ચૂકી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો