Bank Refused to Give back gold to customer because of pending one rupee's loan
  • Home
  • Business
  • 1 રૂપિયો ચુકવવાનો બાકી હતો, બેંકે ગ્રાહકનું 3.5 લાખનું સોનુ ના કર્યું પરત!!

1 રૂપિયો ચુકવવાનો બાકી હતો, બેંકે ગ્રાહકનું 3.5 લાખનું સોનુ ના કર્યું પરત!!

 | 4:31 pm IST

વિજય માલ્યા અને નિરવ મોદી જેવા ઉદ્યોગપતિ બેંકોમાંથી હજારો કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે, પરંતુ આ જ બેંકોમાં ઘણીવાર સામાન્ય જનતાને નાની નાની વાતોમાં હેરાન કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો તમિલનાડુમાં સામે આવ્યો છે, જ્યાં ફક્ત 1 રૂપિયા માટે એક ગ્રાહકને લાખો રૂપિયાનું સોનુ પરત આપવામાં આવ્યું નહતુ. મામલો હવે હાઈકૉર્ટમાં પહોંચ્યો છે.

કાંચિપુરમમાં એક કોઑપરેટિવ બેંકે એક રૂપિયાનાં ડિફૉલ્ટનો આરોપ લગાવીને કસ્ટમર સી કુમાર દ્વારા ગીરવે મુકવામાં આવેલા 3.5 લાખ રૂપિયાનાં મૂલ્યનાં સોનાને જપ્ત કરી લીધું હતુ, અને એવું પણ નહતુ કે સી કુમાર એક રૂપિયો ભરવા નહતા ઇચ્છતા. બેંક દ્વારા આ રીતે હેરાન કરવામાં આવતા સી કુમારે હાઇકૉર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કાંચીપુરમ સેન્ટ્રલ કોઑપરેટિવ બેંકનાં ગ્રાહક સી કુમારે 6 એપ્રિલ 2010નાં 31 ગ્રામ સોનું ગિરવે મુક્યું હતુ અને 1.23 લાખ રૂપિયાની લૉન લીધી હતી. 28 માર્ચ 2011નાં તેમણે વ્યાજ સહિત બેંકનું કર્જ ચુકવી દીધુ હતુ. જો કે બેંકનો રેકોર્ડ બતાવે છે કે એક રૂપિયો ચુકવવાનું બાકી હતુ. ત્યારબાદ 9 ફેબ્રુઆરી 2011નાં રોજ તેમણે 85 ગ્રામ સોનુ ગિરેવે રાખ્યુ અને 1.05 લાખ રૂપિયાની લોન લીધી હતી. 28 ફેબ્રુઆરી 2011નાં રોજ તેમણે 85 ગ્રામ સોનું ગિરવે મુક્યુ હતુ અને 60 હજાર રૂપિયાની લોન લીધી હતી. કેટલાક દિવસ પછી તેમણે બંને લૉન ચુકવી દીધી હતી, પરંતુ એક રૂપિયાનાં બેલેન્સ સાથે લોન એકાઉન્ટ ચાલુ જ રાખવામાં આવ્યુ.

અરજીકર્તાનાં વકીલનું કહેવું છે કે સી કુમારે બેંક પાસેથી ઘણીવાર ઘરેણા પાછા આપવાની અને પેન્ડિંગ એક રૂપિયો સ્વીકારવાની અપીલ કરી હતી. પોલીસે પણ બેંક સામે કેસ નોંધ્યો છે, તેમ છતા સી કુમારને તેમનાં ઘરેણા મળ્યા નથી. ફરિયાદીને તેના ગિરવે મુકેલા ઘરેણાની સુરક્ષા પર શક છે અને આ કારણે તેમણે હાઈકૉર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી થઇ હતી. જસ્ટિસ ટી રાજાએ સરકારી વકીલને 2 સપ્તાહની અંદર ઑથોરિટીઝ પાસેથી જવાબ લેવાનો આદેશ કર્યો છે.