Banking Regulation (Amendment) Bill passed in Lok Sabha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિત્ત મંત્રીએ કહ્યું- અમુક બેંકોની સ્થિતિ સારી નથી, લોકસભામાં પાસ કરાયું બેંકિંગ રેગ્યુલેશન સંશોધન બિલ

વિત્ત મંત્રીએ કહ્યું- અમુક બેંકોની સ્થિતિ સારી નથી, લોકસભામાં પાસ કરાયું બેંકિંગ રેગ્યુલેશન સંશોધન બિલ

 | 8:13 am IST

લોકસભામાં બુધવારે બેંકિંગ વિનિયમન સંશોધન બિલ 2020ને પાસ કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, બેંકિંગ વિનિયમન (સંશોધન) બિલ સહકારી બેંકોને નિયંત્રિત કરતું નથી. આ સંશોધન સહકારી બેંકોને ટેકઓવર કરવા માટે લાવવામાં આવ્યું નથી. આવું પહેલીવાર નથી કે જ્યારે આરબીઆઈને અમુક શક્તિઓ આપવા માટે વિનિયમન થઈ રહ્યું હોય.

277 સહકારી બેંકોની નાણાકીય સ્થિતિ સારી નથી

નિર્મલા સીતારમણે કહ્યું કે, 277 સહકારી બેંકોની નાણાકીય સ્થિતિ સારી નથી. તો સાથે તેઓએ કહ્યું કે, 152 કો ઓપરેટિવ બેંક મિનિમમ રેગ્યુલેટરી કેપિટલને પણ પૂરી કરી શકતી નથી. આ ઉપરાંત નિર્મલાએ કહ્યું કે, 47 બેંકોની નેટ વર્થ નેગેટિવ છે. 328 શહેરી સહકારી બેંકોનું એનપીએ 15 ટકાથી પણ વધારે છે.

ડિપોઝીટર્સની રક્ષા માટે સંશોધન

વિત્ત મંત્રીએ કહ્યું કે, અમે ડિપોઝીટર્સની રક્ષા માટે તેમાં સંશોધનનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે, જેમ કે બેંકોમાં અમુક દુર્ભાગ્યપુર્ણ સ્થિતિને કારણે ડિપોઝીટર્સને મુશ્કેલીમાં નાખી દીધા છે. તેવામાં આ સંશોધન કારગર સાબિત થઈ શકે છે.

સત્રના પહેલા દિવસે બિલને પરત લીધું હતું

સત્રના પહેલા દિવસે સીતારમણે બિલને એમ કહેતાં પરત લઈ લીધું હતું કે, ભારતીય રિઝર્વ બેંકને સંકટગ્રસ્ત સહકારી બેંકોના પુનર્ગઠનનો મોકો આપવા માટે નવી વસ્તુઓ જોડવા માટે તેને પરત લેવામાં આવી રહ્યું છે, જે ખુબ જ જરૂરી છે. જણાવી દઈએ કે બજેટ સત્ર દરમિયાન આ વર્ષે 3 માર્ચે બિલને પાસ કરવામાં આવ્યું હતું અને બાદમાં એક અધ્યાદેશ પાસ કરાયો હતો.

આ વીડિયો પણ જુઓઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન