Lenders in pilot's seat at Jet Airways; Goyal's stake may reduce to 22%
  • Home
  • Business
  • નરેશ ગોયલના હાથમાંથી સરકી jet airwaysની કમાન, હવે બેન્કો કરશે નિયંત્રણ

નરેશ ગોયલના હાથમાંથી સરકી jet airwaysની કમાન, હવે બેન્કો કરશે નિયંત્રણ

 | 11:37 am IST

jet airways પર તેના ફાઉન્ડર-પ્રમોટર નરેશ ગોયલનો કંટ્રોલ પૂર્ણ થવાનો છે. એરલાયન કંપનીએ બોર્ડના એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં બેન્ક સમૂહને તેના સૌથી મોટા શેરધારક બનવાની મંજૂરી આપવામાં આવી છે. ગોયલે આ એરલાયન કંપનીની શરૂઆત એપ્રીલ 1992માં કરી હતી. હવે આ કંપનીમાં તેમની ભાગીદીરી ઘટીને 20 ટકા થઈ ગઈ છે. જે હાલ 51 ટકા હતી. બોર્ડ તરફથી જે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે તેમાં એરવેઝ પોતાની ભાગીદારી 25 ટકા કરી શકે છે.

ગુરૂવારે આયોજીત થયેલી બોર્ડ બેઠકમાં કહેવામાં આવ્યુ છે કે SBIની આગેવાનીમાં બેન્ક પોતાના કર્જનો એક હિસ્સો શેરમાં બદલી શકશે અને આ સાથે જ તે મોટો શેરધારક બની જશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ રિઝોલ્યુશન પ્લાન લગભગ 8,500 કરોડ રૂપિયાનું ફન્ડીંગ ગેબ પૂરો કરશે. હાલ એ સ્પસ્ટ થયુ નથી કે આ ડીલથી સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવામાં આવશે. આનાથી એક વાતતો સ્પષ્ટ છે કે કંપની પર ગોયલનું નિયંત્રણ પૂર્ણ થઈ જશે.

આ પહેલા શેરધારકોની મંજૂરી ચોક્કસ લેવામાં આવશે. શેરધારકોની બેઠક 21 ફેબ્રુઆરીએ યોજાશે. બેન્ક પોતાની તારીખ આરબીઆઈ સર્ક્યુલર અનુસાર રૂપિયાના ભાવ પર કન્વર્ટ કરશે. આનો મતલબ એ છે કે જે કંપનીઓની બૂક વેલ્યૂ નેગેટિવ હશે તેમની કિંમત નક્કી કરવામાં આવશે.

શેરધારકોની બેઠકમાં કંપનીની ઓથોરાઈઝ્ડ કેપિટલને વધારવાની વાતને મંજૂરી આપવામાં આવશે. એરલાઈનનું કહેવુ છે કે બેન્કોને 11.4 કરોડ શેર ફાળવવામાં આવશે. હજુ એ નથી જણાવાયુ કે કેટલા શેરોને ભાગીદારીમાં પરિવર્તીત કરાશે કેટલાનો ફંડ એકઠો કરવામાં આવશે. એરલાઈનનો ઈરાદો શેર કેપિટલને વધારીને 2,200 કરોડ રૂપિયા કરવાનો છે. તેમાં 680 કરોડ ઈક્વિટી કેપિટલ અને 1520 કરોડ પ્રેફરન્સ શેર કેપિટલ હશે.

જેટે ડિસેમ્બર મહિનાથી જ ખોટ જાહેર કરી હતી. સતત ચોથા ત્રિમાસીક ગાળામાં તેને ખોટ થઈ હતી. કંપનીને 732 કરોડ રૂપિયાનું નેટ નુકસાન થતા ખોટના ખાડામાં સરી પડી હતી.

કંપનીના બોર્ડે ડેટ રિઝોલ્યૂશન પ્લાનને મંજૂરી આપી દીધી છે, જેમાં એસબીઆઈની અધ્યક્ષતામાં બેન્ક પોતાનો એક ભાગ શેરમાં પરિવર્તિત કરશે અને સૌથી મોટા શેરધારક બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન