રોટોમેક કૌભાંડ: વિક્રમ કોઠારીને પડતા પર પાટું, બેન્કોએ આપી દીધી ગર્ભિત ચેતવણી - Sandesh
  • Home
  • Business
  • રોટોમેક કૌભાંડ: વિક્રમ કોઠારીને પડતા પર પાટું, બેન્કોએ આપી દીધી ગર્ભિત ચેતવણી

રોટોમેક કૌભાંડ: વિક્રમ કોઠારીને પડતા પર પાટું, બેન્કોએ આપી દીધી ગર્ભિત ચેતવણી

 | 2:25 pm IST

કૌભાંડનાં આરોપી વિક્રમ કોઠારીની કંપની રોટોમેક એક્સપોર્ટ અને રોટોમેક ગલોબલને વેચવાની તૈયારી ચાલી રહી છે કારણ કે બેન્કોએ હાલના પ્રમોટર્સ સાથે ડિફોલ્ટનાં રિઝોલ્યૂશનની આશા છોડી દીધી છે. બંન્ને કંપનીઓ 4000 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ કરી ચૂકી છે. નાદારી ઠરાવ પ્રકાશનો માટે સરૂઆતના 180 દિવસમાં અવધિ બંન્ને કંપનીઓ માટે પૂર્ણ થઇ ચૂકી છે. તેને રૂપિયા આપનાર બેન્કોની સમિતિની ગુરૂવારનાં રોજ મિટિંગ થશે, જેમા તેમને નિયમ અનુસાર, 90 દિવસનું એક્સટેંશન આપવા પર વિચાર કરવામા આવશે. એવુ લાગી રહ્યું છે કે બેન્ક કદાચ આ એક્સટેંશન આપે નહી.

બંન્ને રોટોમેક કંપનીઓના રિઝોલ્યૂશન પ્રોફેશનલ અનિલ ગોયલે જણાવ્યું કે, રોટોમેક ગ્રુપની સંપત્તિ ઇડી પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ કાયદો (PMLA) અંતર્ગત જપ્ત કરી ચૂક્યુ છે. તેમણે જણાવ્યું કે, આવી સ્થિતિમાં કદાચ જ કોઇ એપ્લિકેન્ટ તરફથી રિઝોલ્યૂશન પ્લાનની સંભાવના રહે છે.

રોટોમેક ગ્રુપની બંન્ને કંપનીઓને બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ઓરિએન્ટલ બેન્ક ઓફ ફાર્મસ, ઇલાહાબાદ બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે 4000 કરોડ રૂપિયાની લોન આપી છે. પેન બનાવવા સિવાય રોટોમેક ગ્રુપ ઇન્ટરનેશનલ મર્ચન્ટ ટ્રેડીંગ સાથે પણ જોડાયેલ છે. જેનો મતલબ એ છે કે, એક દેશમાંથી બીજા દેશમાં માલસામાનની હેરફેર કરવું. રોટોમેક ગ્રુપની કંપનીઓએ આ જ ટ્રેડિંગ બિઝનેસ માટે વધારે લોન લીધી હતી.

કેટલાક અઠવાડિયા પહેલા સીબીઆઇ એ રોટોમેકનાં માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીની કથિત લોન ડિફોલ્ટ કેસમાં ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઇ એ કોઠારી વિરૂદ્ધ વડોદરાની ફરિયાદ પર એફઆઇઆર નોંધી હતી. બેન્કે આરોપ લગાવ્યો હતો આ રૂપિયાનો દૂરપયોગ થયો છે. સીબીઆઇની એફઆઇઆથી જાણકારી મળે છે કે, રોટોમેક પર બેન્ક ઓફ ઇન્ડિયાનું 754.77 કરોડ, બેન્ક ઓફ બરોડાનું 456.63 કરોડ રૂપિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનાં 771.07 કરોડ, યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના 458.95 કરોડ, ઇલાહાબાદ બેન્કનાં 330.68 કરોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્રનાં 49.82 કરોડ અને ઓરિએન્ટલ બેન્ક ઓફ ફાર્મસનાં 97.47 કરોડ રૂપિયાનું દેવું છે.