બેંકોની NPA માર્ચ 2022 સુધીમાં રૂ 10 લાખ કરોડને પાર કરે તેવી શક્યતા   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બેંકોની NPA માર્ચ 2022 સુધીમાં રૂ 10 લાખ કરોડને પાર કરે તેવી શક્યતા  

બેંકોની NPA માર્ચ 2022 સુધીમાં રૂ 10 લાખ કરોડને પાર કરે તેવી શક્યતા  

 | 7:00 am IST
  • Share

દેશની બેંકોની કુલ નોન-પર્ર્ફેિંમગ એસેટ્સ માર્ચ ૨૦૨૨ સુધીમાં વધીને રૃ. ૧૦ લાખ કરોડના સ્તરને પાર કરે તેવી શક્યતા એસોચેમ-ક્રિસિલના સંયુક્ત અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે. એસેટ ક્વોલિટીમાં ખરાબીનું મુખ્ય કારણ રિટેલ અને એમએસએમઈ એકાઉન્ટ્સમાં જોવા મળી રહેલા સ્લીપેજિસ આપવામાં આવ્યું છે.

બંને સંસ્થાઓએ રિઈર્ન્ફેિંસગ ધ કોડ શીર્ષક હેઠળ રજૂ કરેલા અભ્યાસ મુજબ માર્ચ ૨૦૨૨ સુધીમાં દેશમાં એનપીએ વધીને ૮.૫-૯ ટકાના દરે રહેવાની શક્યતા છે. આ વૃદ્ધિ મુખ્યત્વે રિટેલ તથા સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસિસ એકાઉન્ટ્સ તેમજ કેટલીક રિસ્ટ્રક્ચર્ડ એસેટ્સને કારણે થશે એમ જણાવાયું છે. રિપોર્ટ નોંધે છે કે એનપીએમાં સંભવત વૃદ્ધિને જોતાં ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રિપ્ટ્સ કોડ(આઈબીસી)ની કાર્યદક્ષતાની કસોટી થઈ શકે છે. કેમકે માર્ચ ૨૦૨૧ના અંતે નવા ઈન્સોલ્વન્સી કેસ ફઈલ કરવાના કેસિસ પરનું મોરેટોરિયમ દૂર થયું હતું. તેમજ મહામારીને કારણે અસ્તિત્વમાં આવેલી મોટાભાગની સરકારી નીતિઓ તથા પગલાઓ હવે ચાલુ રહેવાની શક્યતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો