Banks will deduct two per cent TDS on cash withdrawals of Rs one crore from post offices
  • Home
  • Ahmedabad
  • સાવધાન! બેન્કો, પોસ્ટ ઓફિસમાંથી રોકડની ઉપાડ કરો તો એકવાર જાણી લેશો કે કેટલો TDS કપાશે, નહીંતર પસ્તાશો..

સાવધાન! બેન્કો, પોસ્ટ ઓફિસમાંથી રોકડની ઉપાડ કરો તો એકવાર જાણી લેશો કે કેટલો TDS કપાશે, નહીંતર પસ્તાશો..

 | 7:15 am IST

હવે બેન્કો, કો-ઓપરેટિવ બેન્કો, પોસ્ટ ઓફિસમાંથી વર્ષ દરમિયાન રૂ. ૧ કરોડથી વધુ રોકડ ઉપર ૨ ટકા લેખે TDSનો તા. ૧ જુલાઈથી અમલ કરાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ચાલુ નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરતી વેળા રૂ. ૧ કરોડથી વધુના રોકડના ઉપાડ પર બે ટકા લેખે TDS કપાત કરવાની દરખાસ્ત કરી હતી અને તા. ૧ જુલાઈથી તે અમલી બનશે.

તા. ૧ એપ્રિલથી અત્યાર સુધી કરાયેલ રોકડના ઉપાડને પણ ગણતરીમાં લેવામાં આવશે. રોકડમાં થતા કાળા નાણાંના વ્યવહારો પર અંકુશ મૂકવા આ જોગવાઈ કરવામાં આવી છે. આ હેતુસર TDS અંગે નવી કલમ ૧૯૪- ગ્દનો ઉમેરો કરાયો છે. આ કલમ અંતર્ગત કોઈપણ કો-ઓપરેટિવ બેન્ક, શિડયુલ્ડ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાંથી ટુકડે ટુકડે સમગ્ર વર્ષ દરમિયાન કરેલ રોકડનો ઉપાડ રૂ. ૧ કરોડથી વધી જશે તો દરેક બેન્ક અથવા પોસ્ટ ઓફિસ તેના પર બે ટકા લેખે TDS કપાત કરી લેશે અને બાકીની રકમ ચૂકવશે.

જો કોઈ વ્યક્તિએ છેલ્લાં ત્રણ વર્ષના I.T. રિટર્ન ભર્યા નહીં હોય તો તે વ્યક્તિ વર્ષ દરમિયાન રૂ. ૨૦ લાખ કે તેથી વધુ રોકડનો ઉપાડ કરશે તો તેવા કિસ્સામાં ૨ ટકા TDS કપાત કરાશે. કોઈ વ્યક્તિએ I.T. રિટર્ન ભર્યું છે કે નહીં, તે અંગે બેન્કોને જાણકારી ન હોય તેવા કિસ્સામાં રૂ.૨૦ લાખના ઉપાડ વખતે જ ૨ ટકા TDS કપાત કરી લેવાશે.

આમ, કરદાતાએ રૂ.૨૦ લાખનો રોકડ ઉપાડ થતો હોય તેવા કિસ્સામાં ત્રણ વર્ષના રિટર્ન આપવા પડશે. આવકવેરા રિટર્ન નહીં ભરનાર વ્યક્તિ રૂ. ૧ કરોડથી વધુ રોકડનો ઉપાડ કરે તેવા કિસ્સામાં ૫ ટકા TDS કપાત કરાશે. જો કોઈ વ્યક્તિ PAN ધરાવતો ન હોય એ તે રૂ. ૨૦ લાખ રોકડનો ઉપાડ કરે તો તે કિસ્સામાં ૨૦ ટકા TDS કપાત કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન