હૈં! બેંકમાંથી મળશે રેલવેની ટિકિટ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હૈં! બેંકમાંથી મળશે રેલવેની ટિકિટ

હૈં! બેંકમાંથી મળશે રેલવેની ટિકિટ

 | 8:45 pm IST

રેલવેની ટિકિટ માટે લાગતી લાંબી લાઇનોની મગજમારીનો અંત લાવવા રેલવેએ એક મહત્વનું પગલું લઈને બહુ જ જલદી બેન્કમાંથી જ રેલવેની ટિકિટ આપવાનું વિચાર્યું છે. રેલવે બોર્ડે એપ્રિલ ૨૦૧૬થી આ માટે કામ શરૂ કર્યું હોવાથી પ્રવાસીઓને જનરલ ટિકિટ બેન્કમાંથી જ મળી રહે એવા રેલવેના પ્રયત્નો છે. આ સુવિધા શરૂ કરવા માટે કંઈક નવું વિચારવાની જરૂર છે, એ માટે રેલવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે વાટાઘાટ કરી રહી છે.

એપ્રિલ ૨૦૧૭ સુધીમાં આ સુવિધા શરૂ થઈ જશે એવો અંદાજ હોવાથી એ પછી ટ્રાયલ શરૂ થવાની છે. આ નવી સુવિધા માટે બેન્ક બે પર્યાયનો વિચાર કરે છે. એક બેન્કના પરિસરમાં વેન્ડિંગ મશીન બેસાડવામાં આવે જ્યાંથી પ્રવાસીઓને ટિકિટ ઉપલબ્ધ થઈ શકે. બીજો પર્યાય એટલે એટીએમમાં કંઈક ફેરફાર કરીતેને રેલવે ટિકિટના કમ્પ્યુટર સાથે જોડવામાં આવે.

આ સુવિધાથી રેલવે ટિકિટ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે એવું રેલવેનું કહેવું છે. રેલવે સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરનો ધસારો એથી ઓછો થશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. બસ સ્ટેન્ડ તથા પોસ્ટ ઓફિસ જેવા ઠેકાણે રેલવે ટિકિટ ઘણા સમયથી મળે છે.