ગરીબ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી વસૂલ કરેલો ચાર્જ બેન્કોએ પરત આપવો પડશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગરીબ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી વસૂલ કરેલો ચાર્જ બેન્કોએ પરત આપવો પડશે

ગરીબ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી વસૂલ કરેલો ચાર્જ બેન્કોએ પરત આપવો પડશે

 | 7:55 am IST

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા પ્રમાણે પ્રવેશ મેળવતા ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને સરકાર દ્વારા સ્ટેશનરી ખર્ચ પેટે શિષ્યવૃત્તિ ચૂકવે છે. જોકે આ બાળકોના ખાતામાં બેંકો દ્વારા મિનિમન બેલેન્સના નામે ચાર્જ વસુલતી હોવાની રાષ્ટ્રીય બાળ આયોગ સુધી ફરિયાદો પહોચી હતી. જેના સંદર્ભે આયોગ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના તમાં નોડલ ઓફીસરોને પત્ર દ્વારા સુચના આપી છે કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા ગરીબ બાળકોના બેંક એકાઉન્ટમાથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલી શકાય નહી. અને અત્યાર સુધીમાં જે કઈ પણ ચાર્જ વસુલ્યો હોય તે પરત કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આયોગ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને પણ આ અંગેની તપાસ કરવા માટે સુચના આપી છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા ગરીબ બાળકોને મળી શિષ્યવૃત્તિ હવે સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જેના માટે આ વિદ્યાર્થીઓના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) એકાઉન્ટ એસબીઆઈની બ્રાન્ચોમાં ખોલાવવામાં આવેલા છે. આ બાળકોના ખાત ઝીરો બેલેન્સથી ખુલેલા હોય છે જેથી તે મેન્ટેન પણ થતા નથી હોતા. જેથી જ્યારે સરકાર દ્વારા બાળકોને સ્ટેશનરી ખર્ચ પેટેની શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે ત્યારે મીનીમન બેલેન્સ ચાર્જ વસુલી લેવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા શિક્ષણ વિભાગ અને એસબીઆઈના તમામ નોડલ એફીસરોને એક પત્ર લખ્યો છે. જેમાં આયોગે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોના એકાઉન્ટમાંથી મિનિમન બેલેન્સ ચાર્જ વસુલવામાં આવે નહી અને અત્યાર સુધીમાં વસુલેલો ચાર્જ પરત કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન