banks-working-with-uk-authorities-to-recover-mallya
  • Home
  • World
  • VIDEO: બ્રિટેનમાં વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી, લંડનની બેન્કે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

VIDEO: બ્રિટેનમાં વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી, લંડનની બેન્કે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

 | 6:58 pm IST

ભારતીય બેંકોએ અત્યાર સુધી ભાગોડી વિજય માલ્યા પાસેથી 963 કરોડ રૂપિયાની વસૂલી કરી લીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના એમડી અરિજિત બસુએ જણાવ્યું કે, લિકરકિંગ વિજય માલ્યાની સંપત્તિઓની હરાજી કરી આ રકમ બેંકોએ વસૂલી છે. તેના સિવાય બેંકે અન્ય રકમ વસૂલવા માટે અન્ય રસ્તાઓ અપનાવી રહી છે. બ્રિટેનની એક કોર્ટ તરફથી માલ્યાની સંપત્તિઓની તપાસ અને જપ્ત કરવાનો અધિકાર આપ્યા હોવાથી ભારતીય બેંકો માટે સારા સમાચાર ગણાવ્યા છે.

અરિજિત બસુએ શુક્રવારે જણાવ્યું કે, લિકરકિંગ વિજય માલ્યા પર સૌથી વધુ રકમ વસૂલવા માટે ભારતીય બેંક બ્રિટેનની સરકારી એજન્સીઓની સાથે મળીને કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દેશથી ભાગેલો માલ્યા બ્રિટેનમાં રહી રહ્યો છે. હવે ત્યાં એક કોર્ટે તેમની સંપત્તિઓની તપાસ કરવાનો અધિકાર આપી દીધો છે.

બસુએ પત્રકારોને જણાવ્યું કે, અમે કોર્ટના આદેશથી ઘણો ખુશ છે. અમને આશા છે કે આ પ્રકારના આદેશથી અમે સંપત્તિઓને વસૂલી કરી લઈશું. વિજય માલ્યાની સંપત્તિઓની હરાજી કરી બેંકોના સમૂહે 963 કરોડ રૂપિયા વસૂલ્યા છે.