Bapu is not upset expressed my concerns as a Father : Mahendrasinh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પિતા શંકરસિંહના આરોપોનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ જવાબ આપ્યો

પિતા શંકરસિંહના આરોપોનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ જવાબ આપ્યો

 | 12:03 pm IST

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગઈ કાલે રથયાત્રાના દિવસે જ કેસરિયો ખેસ પહેરી લીધો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ બાબતે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબંધે પુત્રના ભાજપમાં જોડાવવા અંગે મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યા હતા. હવે મહેન્દ્ર સિંહ વાઘેલા પણ મીડિયા સમક્ષ આવ્યા હતા.

બાપુની નારાજગી બાદ મહેન્દ્રસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, પિતા મારાથી નારાજ નથી પરંતુ પુત્રની ચિંતા કરે છે.

મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાં જોડાયા બાદ સૌપ્રથમવાર કહ્યું હતું કે, મે 6 મહિના સુધી વિચાર કરીને પછી આ નિર્ણય લીધો છે. લાંબી વિચારણા બાદ જ મેં આ નિર્ણય લીધો છે. મહેન્દ્રસિંહે કહ્યું હતું કે, મારા પિતા સાથે મેં આ બાબતે ચર્ચા કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ ગઈ કાલે આપેલા નિવેદન બાબતે મહેન્દ્રસિંહે કહ્યું હતું કે, બાપુ નારાજ નથી. તેમને મારી ચિંતા વ્યક્ત કરી છે. મારા પિતા મારી ચિંતા કરે તે યોગ્ય છે. બાપુ બિલકુલ ખોટું નથી બોલતા.તેમના 50 વર્ષના અનુભવ મને કામ લાગશે તેમ પણ મહેન્દ્રસિંહે કહ્યું હતું.

સમર્થકોને પૂછવું જોઇએ અને તેમને સાથે રાખીને નિર્ણય કરવોની બાપુની સલાહ બાબતે મહેન્દ્રસિંહે કહ્યું હતું કે, તેમની વાત તદ્દન સાચી છે. હું મારા સમર્થકો સાથે પણ વાત કરીશ. મારા સમર્થકોને આગામી સમયમાં ભાજપમાં જોડીશ. સાથે જ મહેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે, જાહેરજીવનમાં સમર્થકોને સાથે લઈને ચાલવાનું હોય છે. તેમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે, મને એક પણ જગ્યાનું પ્રેસર નહોતું. મેં જાતે જ આ નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાપુ મારાથી નારાજ નથી પરંતુ એક પિતા તરીકેની મારી ચિંતા વ્યક્ત કરી છે. શું બાપુની ભાજપમાં ઘર વાપસી થઇ શકે એ અંગે પૂછાયેલા પ્રશ્ન પર મહેન્દ્ર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાપુ પોતાના નિર્ણયો જાતે લેશે. તેઓ પોતાની વિચાર ધારા પ્રમાણે ચાલે છે અને હું મારી વાચાર ધારા પ્રમાણે ચાલું છું.

પુત્ર ભાજપમાં જોડાતા ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબંધી હળવીશૈલીમાં કહ્યું હતું કે, આ જય રણછોડ માખણચોરના પ્રસંગે અમારા રણછોડ (પુત્ર) રણ છોડ થશે એવી ખબર ન હતી. સાથે જ તેમણે પુત્રને એક સપ્તાહનો સમય પણ આપ્યો છે.