બાર રાશિના ગુણદોષ અને ગ્રહો - Sandesh

બાર રાશિના ગુણદોષ અને ગ્રહો

 | 12:02 am IST

જ્યોતિષ જગત

રાશિઓના ગુણદોષના નીચે જણાવ્યા મુજબના ભાગ પાડવામાં આવ્યા છે.

મેષ, મિથુન, સિંહ, તુલા, ધન અને કુંભ એકી રાશિઓ છે અને વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર, મીન બેકી રાશિઓ છે.

ચર રાશિઓ કે કેન્દ્ર રાશિઓ 

ગ્રહની દૃષ્ટિ અતિ પ્રબળ

મેષ, કર્ક, તુલા અને મકરને ચર રાશિઓ કહેવાય છે. કારણકે એ રાશિઓ ફરતી છે અને અસ્થિર છે. એમને કેન્દ્ર રાશિઓ પણ કહે છે, કારણ કે આ રાશિઓમાં થયેલી ગ્રહોની દૃષ્ટિ અતિ પ્રબળ હોય છે.

સ્થિર રાશિઓ-અણફર રાશિઓ 

ગ્રહોની દૃષ્ટિ પ્રબળ

વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિઓ સ્થિર છે. ચલાયમાન થતી નથી. એમને અણફર રાશિઓ પણ કહે છે. કારણકે એ થયેલી ગ્રહોની દૃષ્ટિ પ્રબળ હોય છે.

દ્વિસ્વભાવ રાશિઓ કે આપોકલીમ રાશિઓ 

ગ્રહોની દૃષ્ટિ નરમ

મિથુન, કન્યા, ધન અને મીન રાશિઓ દ્વિસ્વભાવ રાશિઓમાં કહેવાય છે. એ રાશિઓ ચંચળ અને સ્થિર બંને ગુણો ધરાવે છે. એમને આપોકલીમ રાશિઓ પણ કહે છે, કારણકે એ રાશિઓમાં થયેલી ગ્રહોની દૃષ્ટિ નરમ હોય છે.

કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ ફળદ્રુપ રાશિઓ કહે છે.

મિથુન, સિંહ અને કન્યા રાશિઓને વંધ્વ રાશિઓ કહે છે.

સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિઓને આધ્યાત્મિક રાશિઓ કહે છે.

ધન, મકર, મીન રાશિઓને ધાર્મિક રાશિઓ કહે છે.

મેષ, વૃષભ, મિથુન રાશિઓને બુદ્ધિ વિષય રાશિઓ કહે છે.

તુલા, વૃશ્ચિક અને ધન રાશિઓને સેવક રાશિઓ કહે છે.

મિથુન, મીન અને ધન રાશિઓને દ્વિત્વ શરીરવાળી રાશિઓ કહે છે.

રાશિઓના શરીરના ભાગ ઉપર અસર-

બાર ભવનોની માફક રાશિઓ શરીરના ભાગો ઉપર અસર કરે છે.

મેષ રાશિ માથા અને ચહેરા ઉપર અસર કરે છે.

વૃષભ રાશિ ગરદન અને કંઠ ઉપર અસર કરે છે.

મિથુન રાશિ હાથ, ખભા અને ફેફસાં ઉપર અસર કરે છે.

કર્ક રાશિ છાતી અને પેટ ઉપર અસર કરે છે.

સિંહ રાશિ હૃદય અને પીઠ ઉપર અસર કરે છે.

કન્યા રાશિ કેડ, આંતરડા પેટ, પેઢું અને નાળ પ્રદેશ ઉપર અસર કરે છે.

તુલા રાશિ પેઢું, મૂત્રાશય અને ગુદા ઉપર તેમજ ડૂંટી નીચેના ભાગ પર અસર કરે છે.

ધન રાશિ બે સાથળ, જાંઘ અને માથા ઉપર અસર કરે છે.

મકર રાશિ બે ઢીંચણ અને તેની નીચેના ભાગ ઉપર અસર કરે છે.

કુંભ રાશિ બંને નળા અને ઘૂંટણ ઉપર અસર કરે છે.

મીન રાશિ પગની પાટલી અને ચરણ ઉપર અસર કરે છે.

જેમ માથું એ દરેક વસ્તુમાં પ્રથમ ભાગ હોય છે અને પગ એ છેલ્લો ભાગ હોય છે, તેવી જ રીતે મેષ એ પ્રથમ રાશિ છે અને મીન એ છેલ્લી રાશિ છે, તે જ પ્રમાણે લગ્નસ્થાન અને વ્યયસ્થાન એ છેલ્લું સ્થાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન