દુનિયાની મહાસત્તાના આ નેતા મોદીને મનાવવા રીતસરના 'ઘૂંટણીયે' પડી ગયેલા!!! - Sandesh
  • Home
  • Featured
  • દુનિયાની મહાસત્તાના આ નેતા મોદીને મનાવવા રીતસરના ‘ઘૂંટણીયે’ પડી ગયેલા!!!

દુનિયાની મહાસત્તાના આ નેતા મોદીને મનાવવા રીતસરના ‘ઘૂંટણીયે’ પડી ગયેલા!!!

 | 6:32 pm IST

તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ સમજુતી મામલે કેવી રીતે મનાવી લીધા હતા તેનો ખુલાસો હવે થયો છે. વર્ષ 2015ના અંતમાં આ ઘટના ઘટી હતી. આ સમજુતીને લઈને ભારત છેલ્લી ઘડીએ રાજી થયું હતું કારણ કે ભારતીય અધિકારીઓને મનાવવા એમરિકા માટે ખુબ જ મુશ્કેલ કામ હતું.

આ દાવો બરાક ઓબામાના રાષ્ટ્રપતિ કાળ પર લખવામાં આવેલા એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તક 8 વર્ષ સુધી ઓબામાના ટોચના ફોરેન પોલિસી અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝ રહી ચુકેલા બેન રોડ્સે લખ્યું છે.

પુસ્તકનું નામ ‘ધ વર્લ્ડ એટ ઈટ ઈઝ : અ મેમૉયર ઓફ ધ ઓબામા વ્હાઈટ હાઉસ’ છે. આ પુસ્તકમાં બેન રોડ્સે દાવો કર્યો છે, જ્યારે અમે પેરિસ ગયાં, તો ભારતને મનાવવું સૌથી મુશ્કેલ હતું. રોડ્સ તે સમયે ઓબામાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર ફોર સ્ટ્રેટેજિક કોમ્યૂનિકેશંસ હતાં. રોડ્સે લખ્યું છે કે, પેરિસમાં એક સમય એવો આવી ગયો કે ઓબામા જાતે જ બે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરવા પહોંચી ગયાં જેથી કરીને તેમને એ વાત માટે રાજી કરી શકાય કે ભારતનું આ સમજુતીમાં શામેલ થવું કેટલુ જરૂરી છે. પરંતુ ઓબામા તે બંને ભારતીય અધિકારીઓને મનાવવામાં નિષ્ફળ રહ્યાં.

પુસ્તકમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, ત્યાર બાદ ઓબામાએ પેરિસમાં લગભગ એક કલાક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિતાવ્યો. જ્યાં સુધી ઓબામાએ આફ્રિકી -અમેરિકી કાર્ડ ના રમ્યા, ત્યાં સુધી કોઈ જ રનનીતિ કામ નહોતી કરતી. લગભગ એક કલાક સુધી મોદી એ જણાવતા રહ્યાં કે તેમના દેશમાં 30 કરોડ લોકો આજે પણ વિજળી વગર રહી રહ્યાં છે અને ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે કોલસો સૌથી સસ્તો માર્ગ છે. તેમણે પર્યાવરણની ચિંતા કરી પરંતુ ગરીબીમાં જીવી રહેલા લોકોની પણ ચિંતા કરી. ઓબામાએ મોદીને અમેરિકાની સૌર ઉર્જાના નિર્માણ બાબતે ચર્ચા કરી પરંતુ તે આ ડીલના કારણે થઈ રહેલા પક્ષપાતપૂર્વ વલણ પર કંઈ જ ના કહી શક્યાં. એ પણ હકીકત છે કે, અમેરિકા જેવા દેશો કોલસાના સહારે જ વિકસીત થયા છ્હે અને હવે ઓબામા ભારત સમક્ષ માંગણી કરી રહ્યાં હતાં કે તે કોલસાનો ઉપયોગ ઘટાડે.

અંતે ઓબામાએ નરેન્દ્ર મોદીને કહ્યું કે, જુઓ, મને પણ ખબર છે કે આ અયોગ્ય છે, હું આફ્રિકી-અમેરિકી છું. આ સાંભળી નરેન્દ્ર મોદી હસી પડ્યાં અને પોતાના હાથને જોવા લાગ્યાં. તે હકીકતમાં પીડા વ્યક્ત કરી રહ્યાં હતાં. પુસ્તકમાં આગળ જણાવ્યા પ્રમાણે, ઓબામાએ મોદીને કહ્યું કે, હું જાણું છું કે એક અન્યાયપૂર્ણ સિસ્ટમમાં રહેવું કેવું હોય છે. હું એ પણ જાણું છું કે છેલ્લેથી શરૂ કરવાનું કેવું હોય છે, જાણે કે કંઈ બન્યું જ ના હોય તેવું વર્તન કરવું પડે ત્યારે શું અનુંભવાય છે તે પણ હું જાણું છું. પરંતુ હું આ કારણોસર પ્રભાવીત થઈને એ વિચારને આકાર ના આપી શકું અને તમારે પણ આમ કરવું જોઈએ.

બેન રોડ્સે પુસ્તકમાં દાવો કર્યો છે કે, તેમણે ક્યારેય ઓબામાના કોઈ અન્ય નેતા સાથે આ રીતે વાત કરતા નથી જોયા. સામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓબામાના વખાણ કર્યા. આખરે નરેન્દ્ર મોદીએ ઉપર જોયું અને સમજૂતિને લઈને મંજૂરી આપી દીધી.