NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • બાર્સેલોનાનો રિયલ સોસાઇડેડ સામે ૩-૨થી વિજય

બાર્સેલોનાનો રિયલ સોસાઇડેડ સામે ૩-૨થી વિજય

 | 6:38 am IST

લિયોનેલ મેસ્સીનાં બે તથા ફ્રાન્સિસ્કો અલકાસરનાં એક ગોલની મદદથી બાર્સેલોનાએ રિયલ સોસાઇડેડને ૩-૨થી હરાવ્યુ હતું. આ જીતની સાથે બાર્સેલોનાએ લા લીગાની ટાઇટલ રેસ વધુ રોમાંચક બનાવી દીધી છે. જો કે આ મેચમાં રિયલ સોસાઇડેડે પણ બાર્સેલોનાને ભારે ટક્કર આપી હતી પરંતુ આખરે બાર્સેલોનાનો શાનદાર વિજય થયો હતો. મેચની ૧૭મી મિનિટે બાર્સેલોનાનાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ લુઇસ સુઆરેઝનાં પાસને ગોલમાં ફેરવી પોતાની ટીમને ૧-૦થી આગળ કરી દીધી હતી. ૩૭મી મિનિટે ફરી વખત મેસ્સી ત્રાટક્યો હતો અને તેણે ગોલ ફટકારી બાર્સેલોનાને ૨-૦ની લીડ અપાવી દીધી હતી. લા લીગાની આ સિઝનમાં મેસ્સીનો ૨૯મો ગોલ હતો અને આ ગોલ બાદ એવું લાગતું હતું કે બાર્સેલોના ખૂબ સરળતાથી મેચ જીતી જશે પરંતુ રિયલ સોસાઇડેડે ફક્ત ચાર મિનિટનાં ગાળામાં બે ગોલ ફટકારી બાર્સેલોનાને સ્તબ્ધ કરી દીધું હતું.

૪૨મી મનિટે બાર્સેલોનાનાં ડિફેન્ડર સેમ્યુઅલ ઉમ્ટીટીનાં આત્મઘાતી ગોલ ફટકારતા સ્કોર ૨-૧થી થઇ ગયો હતો. આ ગોલની ફક્ત બે મિનિટ બાદ મેસ્સીના પાસને ગોલમાં ફેરવી અલકાસરે બાર્સેલોનાને ૩-૧ની લીડ અપાવી હતી. પ્રથમ હાફની અંતિમ ક્ષણોમાં વિલિયમ હોસેના પાસને ઝાબી પ્રિટોએ ગોલમાં ફેરવી સ્કોર ૨-૩થી કરી દીધો હતો. જો કે બીજા હાફમાં બાર્સેલોનાએ પોતાનાં ડિફેન્સને વધુ મજબૂત બનાવ્યું હતું અને રિયલ સોસાઇડેડને એક પણ ગોલ કરવાનો મોકો નહોતો આપ્યો. મેચમાં અન્ય કોઇ ગોલ ન થતાં બાર્સેલોનાનો ૩-૨થી વિજય થયો હતો.

અન્ય એક મેચમાં એટલેટિકો મેડ્રિડે ઓસાસુનાને ૩-૦થી પરાજય આપ્યો હતો. આ મેચમાં એટલેટિકો તરફથી યાનિક કારાસ્કોએ બે ગોલ જ્યારે ફેલિપે લ્યુઇસે એક ગોલ કર્યો હતો. આ મેચમાં એટલેટિકોને ૮૯મી અને ૯૦મી મિનિટે પેનલ્ટી મળી હતી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. આ જીત સાથે એટલેટિકો ૬૫ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ર્સ્પોિંટગ ગિઝોનને હરાવી રિયલ મેડ્રિડ ટોચનાં સ્થાને યથાવત્ ઇસ્કોનાં બે અને અલવારો મોરાતાનાં એક ગોલની મદદથી રિયલ મેડ્રિડે એક અત્યંત રોમાંચક મેચમાં ર્સ્પોિંટગ ગિજોનને ૩-૨થી હરાવ્યુ હતું. આ વિજયની સાથે રિયલ

મેડ્રિડે લા લીગામાં ટોચનું સ્થાન
જાળવી રાખ્યું છે. ર્સ્પોિંટગ ગિજોને ૨૩ વર્ષ બાદ લા લીગામાં રિયલ મેડ્રિડ સામે એક મેચમાં બે ગોલ ફટકાર્યા હતાં. ૧૪મી મિનિટે ર્સ્પોિટગનાં સ્ટ્રાઇકર ડૂજે કોપે ગોલ ફટકારી તેની ટીમને ૧-૦થી આગળ કરી દીધી હતી જો કે ૧૭મી મિનિટે ઇસ્કોએ ગોલ ફટકારી સ્કોર બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ સાથે મેડ્રિડે સતત ૫૪મી મેચમાં ગોલ ફટકારવાનો સ્પેનિશ રેકોર્ડ બનાવ્યો હતો. ૫૦મી મિનિટે મિકેલ વેસ્ગાએ ગોલ કરી ર્સ્પોિંટગને ૨-૧થી આગળ કરી દીધી હતી પરંતુ ૫૯મી મિનિટે અલવારો મોરાતાએ આ સિઝનનો ૧૨મો ગોલ ફટકારતા મેડ્રિડે ફરી વખત સ્કોર બરાબરી પર લાવી દીધો હતો. મેચની અંતિમ ક્ષણોમાં ઇસ્કોએ માર્સેલોનાં પાસને ગોલમાં ફેરવી મેડ્રિડને ૩-૨થી એક રોમાંચક વિજય અપાવ્યો હતો.