બાર્સેલોનાનો એટલેટિકો મેડ્રિડ સામે ૨-૧થી વિજય

32

મેડ્રિડ, તા. ૨૭

રાફિન્હા અને મેસ્સીનાં શાનદાર ગોલની મદદથી બાર્સેલોનાએ એટલેટિકો મેડ્રિડને ૨-૧થી હરાવ્યું હતું.

મેચની ૩૦મી મિનિટે બાર્સેલોનાનાં સ્ટાર સ્ટ્રાઇકર લુઇસ સુઆરેઝે ગોલ ફટકાર્યો હતો પરંતુ હેન્ડબોલને કારણે ગોલને માન્યતા અપાઈ નહોતી. આમ મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. બીજા હાફમાં મેચની ૬૪મી મિનિટે રાફિન્હાએ ગોલ ફટકારી બાર્સેલોનાને ૧-૦થી આગળ કરી દીધંુ હતું પરંતુ એટલેટિકોએ બરાબરી કરવામાં વધુ સમય ન લેતાં ૭૦મી મિનિટે કોકેનાં પાસને ગોલમાં ફેરવી ડિઆગો ગોડિને ૧-૧થી બરાબરી અપાવી હતી. મેચની ૮૬મી મિનિટે બાર્સેલોનાનાં સ્ટાર ખેલાડી મેસ્સીએ ગોલ ફટકારી બાર્સેલોનાને ૨-૧થી વિજય અપાવ્યો હતો. લા લીગાની આ સિઝનમાં મેસ્સીનો ૨૦મો ગોલ હતો.