બાર્સેલોના કોપા ડેલ રેની ક્વાર્ટર ફાઇનલમાં - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • બાર્સેલોના કોપા ડેલ રેની ક્વાર્ટર ફાઇનલમાં

બાર્સેલોના કોપા ડેલ રેની ક્વાર્ટર ફાઇનલમાં

 | 2:34 am IST

બાર્સેલોના, તા. ૧૨

લુઇસ સુઆરેઝ, નેયમાર અને લિયોનેલ મેસ્સીના ગોલની મદદથી બાર્સેલોનાએ એથલેટિક બિલબાઓને સેકન્ડ લેગ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ૩-૧થી પરાજય આપી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. બાર્સેલોનાની ટીમ ફર્સ્ટ લેગમાં ૧-૨થી મુકાબલો હારી ગઈ હતી પરંતુ સેકન્ડ લેગમાં ૩-૧થી જીત મેળવતાં કુલ ૪-૩ના અંતરથી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બાર્સેલોના તરફથી મેચની ૩૫મી મિનિટે સુઆરેઝે ગોલ કરી ટીમને લીડ અપાવ્યા બાદ બીજા હાફમાં ૪૮મી મિનિટે નેયમારે પેનલ્ટી દ્વારા ગોલ કરી ટીમને ૨-૦ની લીડ અપાવી હતી પરંતુ તેની ત્રણ મિનિટ બાદ એથલેટિક બિલબાઓના એનરિક સબોરિટે ગોલ કરી લીડ ઘટાડી હતી. તે પછી ૭૯મી મિનિટે બાર્સેલોનાને ફ્રી કિક મળી હતી જેને મેસ્સીએ ગોલમાં તબદીલ કરી ટીમને ૩-૧ની લીડ અપાવી મેચ જીતાડી હતી. મેસ્સીની આ કારકિર્દીની ૩૧મો ફ્રી કિક ગોલ હતો. મેસ્સીએ વર્ષ ૨૦૧૭માં ત્રણ ગોલ કર્યા છે અને આ ત્રણેય ગોલ ફ્રી કિક દ્વારા કર્યા છે. મેસ્સીએ ચાર દિવસ પહેલાં પણ લા લીગામાં વિલારિયલ સામે અંતિમ મિનિટમાં ફ્રી કિક દ્વારા ગોલ કરી ટીમને પરાજયમાંથી બચાવી હતી.

આ સાથે બાર્સોલોનાએ પણ નવા વર્ષમાં પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો હતો. આ પહેલાં કોપા ડેલ રેના ફર્સ્ટ લેગમાં બાર્સેલોનાને હાર મળી હતી જ્યારે લા લીગા કપમાં વિલારિયલ સામેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી.