Bardoli Farmers Unique Talent For Potatoes Farming
  • Home
  • Featured
  • બારડોલીના ખેડૂતે અનોખી સિદ્ધિ, વેલા પર ઉગાડ્યા બટાકા, ડાયાબીટિસના દર્દી પણ…

બારડોલીના ખેડૂતે અનોખી સિદ્ધિ, વેલા પર ઉગાડ્યા બટાકા, ડાયાબીટિસના દર્દી પણ…

 | 10:28 am IST

સુરત જિલ્લાના બારડોલીના સરકારી નિવૃત કર્મચારી દ્વારા પોતાના જ ઘરની પાછળના ભાગે બટેકા ઉગાડ્યા છે અને તે પણ વેલા ઉપર. જી હા એવા બટાકા કે જેનાથી ડાયાબિટીસના દર્દીઓ ને પણ મળે છે સંજીવની. સામાન્ય રીતે બટેકા જમીનની અંદર થાય.

સુરત જિલ્લાના બારડોલીના કપિલ નગરમાં રહેતા ઈશ્વરભાઈ પટેલ હાલ સરકારી રિટાયર્ડ કર્મચારી છે. ખેતીના શોખને અલગ અંદાજથી પૂરો કરે છે. પેહેલેથી ખેતીમાં નવું સંશોધન કરવાની ઈચ્છા ધરાવતા ઈશ્વર ભાઈએ એવો એક નવીન પ્રયોગ કર્યો કે જે બારડોલી જ નહિ પરંતુ જિલ્લાના ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા. જેણે પોતાના કુશળ ખેતીના વિચારથી પોતાના જ ઘરના વાડાનો ખેતી માટે ઉપયોગ કરી શાકભાજીનો રાજા એવા બટાકાનું વેલા પર ઉગાડવામાં સફળતા મળી છે . આ બટાકા એવા કે ઈશ્વર ભાઈના દાવા મુજબ ઓર્ગેનિક અને ડાયાબિટીસ જેવા દર્દીઓ ને પણ રાહત મળી શકે એમ છે.

જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ઈશ્વરભાઈ પોતે પોતાના નિવૃત્તિના કાર્યકાળમાં પણ ખેતીના શોખને પૂરો કરી રહ્યા છે. રાસાયણિક દવાઓને તિલાંજલિ આપી ઘર નજીક યોગ્ય જગ્યા મળે તો નવીનતમ શાકભાજી, લીંબુ, અંજીર જેવો પાક લઇ રહ્યા છે. તેમજ ચીનની ખાસિયત કહેવાતી અનોખી લીલી ચા પણ તેમને બનાવી છે. જે કૃષિ ક્ષેત્રે સંશોધનનો વિષય બની ગઇ છે. સાથે જ પોતાના સ્વાસ્થ્ય તેમજ ઘરના વાતાવરણને સ્વસ્થ રાખી રહ્યા છે. તેમજ અન્ય લોકો ને પણ વિના મુલ્યે આપી રહ્યા છે .

બારડોલીના ઈશ્વર ભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત વેલા પર બટાકા ની ખેતી કરી આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. ઈશ્વર ભાઈની આ ખેતીની પદ્ધતિ જોતા ખેતી કરવા કોઈ મોટી જમીનની જરૂર નથી. ખેડૂત પોતાની કુશળતાથી પોતાના ખેતર તેમજ પોતાના ઘર પાછળ રહેલા વાડાનો સદઉપયોગ કરી આ પ્રકારની અલાયદી ખેતી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.