બારડોલીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરતાં મામલો ગરમાયો - Sandesh
  • Home
  • Gujarat
  • બારડોલીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરતાં મામલો ગરમાયો

બારડોલીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરતાં મામલો ગરમાયો

 | 9:38 am IST

ગયા રવિવારે ભારત પાકીસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકીસ્તાન સામે ભારતી હાર થતાં સોસિયલ મિડીયા પર અને ફેસબુક પર જાત જાતની કોમેન્ટો વહેતી થઈ હતી. તે વચ્ચે બારડોલીના મુસ્લિમ યુવક નાઝીમ પઠાણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્ર ધ્વજનો ફોટો અપલોડ કરતા મમલો ગરમાયો હતો. પોલીસે આ મુસ્લિમ યુવકની હરકતો બાબતે ઝીણવટ ભરી તપાસ કરી તેના વિરૃધ્ધ કોઈએ ફરીયાદ નહીં કરતા માત્ર અટકાયતી પગલા ભરીને છોડી દેવાની હકીકત બહાર આવી છે.

બારડોલી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગત રવિવારે ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી ભારત અને પાકીસ્તાન વચ્ચેની ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં પાકીસ્તાન સામે ભારતના પરાજય બાદ બારડોલીના આશિયાના નગર વિસ્તારમાં રહેતા ૧૯ ર્વિષય ગેરેજ મેકેનિક તરીકે કામ કરતા નાઝીમ પઠાણે પોતાની માનસિકતા છતી કરવા માટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરી દીધો હતો. નાઝીમ પઠાણે અપલોડ કરેલો આ ફોટો અન્ય લોકોના એકાઉન્ટમાં પણ વાયરલ થતાં આ મુસ્લિમ યુવક જાણીતો હોવાની શોધખોળ અને ચર્ચાઓ સાથે આ યુવક બારડોલીનો જ હોવાની વાત ફેલાતા મામલો ગરમાયો હતો.

કોઈક ઈસમ દ્વારા બારડોલી પોલીસને નાઝીમ પઠાણ અંગેની માહીતી અપાતા પોલીસ બારડોલીના આશિયાના નગરમાં તેના ઘરે પહોંચી ગઈ હતી અને તેને ઉઠાવી લાવી હતી. અનેક પુછપરછ હાથ ધરવા ઉપરાંત આ યુવક આઈ.એસ.આઈ.સહીત ઈન્ડીયન મુસાહીદ્દીન, સીમી કે અન્ય કોઈ દેશદ્રોહી કૃત્ય કરતી એજેન્સીઓ કે સંગઠનો સાથે કે દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા લોકો સાથે સંકળાયેલો છે કે કેમ તેની ઝીણવટ ભરી તપાસ પી.આઈ.પંચાલે હાથ ધરી હતી. પરંતુ તપાસમાં બીજી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નાઝીમ પઠાણ મામલે જણાઈ ન હતી. આ ગંભીર ઘટના બાબતે બારડોલી પોલીસ મથકે એકપણ દેશપ્રેમી નાગરીક નાઝીમ પઠાણ વિરૃધ્ધ ફરીયાદ કરવા નહીં આવતા પોલીસે આ યુવક વિરૃધ્ધ માત્ર અટકાયતી પગલા ભરી તેને છોડી મુક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન