બાડમેરઃ બે દલિત સગીરા, એક મુસ્લિમ સગીરની ઝાડ પર લટકતી લાશો મળી - Sandesh
  • Home
  • India
  • બાડમેરઃ બે દલિત સગીરા, એક મુસ્લિમ સગીરની ઝાડ પર લટકતી લાશો મળી

બાડમેરઃ બે દલિત સગીરા, એક મુસ્લિમ સગીરની ઝાડ પર લટકતી લાશો મળી

 | 1:17 am IST

બાડમેર, તા. ૧૬

બાડમેર જિલ્લાના એક અંતરિયાળ ગામે ત્રણ સગીરની લાશ ઝાડ પર લટકતી મળી આવતાં સનસનાટી સર્જાઈ છે. બારમેર જિલ્લાના સ્વરૂપ કે ટિલા ગામે લોકાએે ઊઠીને જોયું તો ઝાડની ડાળી પર ત્રણ મૃતદેહો જોવા મળ્યા હતા. બે દલિત કન્યા અને એક મુસ્લિમ કિશોરના મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યા હતા. તેમાં મેઘવાલ સમુદાયની ૧૩ વર્ષની શાંતિ અને ૧૨ વર્ષની મધુનો સમાવેશ થતો હતો. શાંતિના પિતા ભૈરુ મેઘવાલે આક્ષેપ કર્યા હતા કે બંને કિશોરીઓ પર દુષ્કર્મ આચરીને તેમની હત્યા કરવામાં આવી છે.

મળતા અહેવાલ મુજબ પોતોના કુટુંબના અન્ય સભ્યો સાતે બંને કન્યા રાતે સૂઈ રહી હતી. મેઘવાલ સમુદાય  બંને કન્યા સાથે જ ઝાડ પર લટકતી સ્થિતિમાં મળેલા દેશલખાન તરફ આંગળી ચીંધે છે. તે કિશોરની છાપ ગામમાં સારી નહોતી. જોકે કેટલાક ગામલોકોનું કહેવું છે કે ત્રણેય સગીરો વચ્ચે પ્રેમસંબંધ હતો અને તે સંબંધ મોત સુધી લઈ ગયો છે. દેશલના કુટુંબીજનો પણ ગામલોકો જે કહી રહ્યા છે તે જ કહી રહ્યા છે. દેશલના પિતાનું કહેવું છે કે કન્યાઓની સાથે તેના પુત્રે પણ આત્મહત્યા કરી લીધી છે. પરંતુ બે મૃતક કિશોરી પૈકીની એક કન્યાના પિતાનું કહેવું છે કે કિશોરીઓ પર દુષ્કર્મ થયા પછી તેમની હત્યા થઈ છે અને તેમ છતાં મુસ્લિમ સમુદાય તરફથી તેને ધમકીઓ મળી રહી છે.

ઘટનાસ્થળેથી ત્રણ વ્યક્તિના ફૂટપ્રિન્ટ મળ્યા છે. બાડમેર પોલીસનું કહેવું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને તબીબી અહેવાલ પણ સૂચવે છે કે આત્મહત્યાનો કિસ્સો છે. બંને કિશોરીઓએ એક મહિલાને કહ્યું હતું કે દેશલ તેમના જીવનમાંથી ખસી જશે તો તેઓ આત્મહત્યા કરી લેશે.અકુદરતી હત્યાનો કેસ નોંધીને પોલીસ તપાસ કરી રહી છે.

;