Batsman Dead After Ball Hit On His Neck In Kashmir
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટનાં મેદાન પરથી આવ્યા ખરાબ સમાચાર, માથામાં બૉલ વાગતા બેટ્સમેનનું મોત

ક્રિકેટનાં મેદાન પરથી આવ્યા ખરાબ સમાચાર, માથામાં બૉલ વાગતા બેટ્સમેનનું મોત

 | 10:17 pm IST

ક્રિકેટનાં મેદાન પરથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં એક મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે 18 વર્ષનાં ક્રિકેટર જહાંગીર અહમદનાં ગળા પર બૉલ વાગતા તેનું મોત થયું છે. જહાંગીર બારામૂલા જિલ્લા સ્થિત પટ્ટનનો રહેવાસી હતો અને તે બારામૂલાની તરફથી બુદગામની વિરુદ્ધ અંડર-19ની મેચ રમી રહ્યો હતો.

હેલમેટ પહેરવા છતા ગળાનાં ભાગે બૉલ વાગતા ગુમાવ્યો જીવ

મટ્ટન પોલીસ અધિકારીએ કહ્યું કે આ અકસ્માત ફક્ત એક સંયોગ હતો, કેમકે જહાંગીર હેલમેટ પહેરીને બેટિંગ કરી રહ્યો હતો, તેમ છતા બૉલ તેના ગળાનાં ભાગે જઇને વાગી. ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને જ્યારે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઑસ્ટ્રેલિયાનાં ફિલિપ હ્યૂઝનું પણ આ રીતે થયું હતુ નિધન

સ્થાનિક લોકોનું કહેવું છે કે જહાંગીર 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ડાબોડી બેટ્મેન હતો. બેટિંગ દરમિયાન તેણે બૉલને પુલ શૉટ રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ચુકી ગયો અને આ અકસ્માત થયો. યુવા સેવા અને રમતનાં મહાનિર્દેશક સલીમ ઉર રહમાને કહ્યું કે, “બૉલ ઠીક એ રીતે જ વાગ્યો જે રીતે ઑસ્ટ્રેલિયાનાં ફિલિપ હ્યૂઝને લાગ્યો હતો.” ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2014નાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં એબૉટનાં બૉલ પર હ્યૂઝ ઇજાગ્રસ્ત થયો હતો અને બે દિવસ બાદ તેનું મોત થયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન