Batting Couch Sanjay Bangar Talking About Shikhar Dhwan's Injury
  • Home
  • Sports
  • Cricket
  • શિખર ધવનની ઇજાને લઇને કૉચે આપ્યા શુભ સમાચાર, બહુ જલ્દી ઠીક થશે ‘ગબ્બર’

શિખર ધવનની ઇજાને લઇને કૉચે આપ્યા શુભ સમાચાર, બહુ જલ્દી ઠીક થશે ‘ગબ્બર’

 | 5:40 pm IST

ભારતીય ટીમનાં ઑપનિંગ બેટ્સમેન શિખર ધવનને લઇને એક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાનાં બેટિંગ કૉચ સંજય બાંગરે કહ્યું કે ધવન 10-12 દિવસ સુધી ઠીક થઇને ટીમમાં સામેલ થશે. સાથે જ તેમણે કહ્યું કે ઋષભ પંત માન્ચેસ્ટરમાં હશે. તેમણે કહ્યું કે, “અમે શિખર ધવનની ઇજા પર નજર રાખી રહ્યા છે. તેને ઠીક થવામાં 10-12 દિવસ લાગી શકે છે. અમે તેની સહાયતા કરીશું. જો જરૂર પડશે તો વિજય સંકરને અમે વિકલ્પ તરીકે લઇ શકીએ છીએ. બૈકઅપ તરીકે ખેલાડીને તૈયાર રાખવો સારું છે. ઋષભ પંત માન્ચેસ્ટરમાં હશે.”

 ધવનને ઇંગ્લેન્ડમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે

જણાવી દઇએ કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત શિખર ધવનનાં વિકલ્પ તરીકે ઇંગ્લેન્ડ રવાના થઈ ચુક્યો છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે અત્યારે કોઇપણ બદલાવ માટે ના કહી દીધી છે. આ કારણ છે કે ધવનને ઇંગ્લેન્ડમાં જ રાખવાની વાત કહેવામાં આવી છે, તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખ-રેખમાં રહેશે. અત્યારે ધવન ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમી શકે. કૉચ સંજય બાંગર પહેલા બીસીસીઆઈએ કહ્યું છે કે, “ધવન અત્યારે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખ-રેખમાં છે. ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે અને તેની ઇજા પર નજર રાખવામાં આવશે. ધવનને ડાબા હાથની તર્જની અને અંગૂઠાની વચ્ચે ઇજા થઈ છે.”

 ઑસ્ટ્રેલિયન બૉલર નાથન કુલ્ટરનો બૉલ વાગ્યો હતો

ધવને રવિવારનાં ઑસ્ટ્રેલિયા સામે થયેલી વિશ્વ કપની મેચમાં શાનદાર 117 રન બનાવ્યા હતા અને ‘મેન ઑફ ધ મેચ’ બન્યો હતો. ભારતે આ મેચ 36 રનોથી જીતી લીધી હતી. આ મેચમાં બેટિંગ દરમિયાન ઑસ્ટ્રેલિયન બૉલર નાથન કુલ્ટરનો બૉલ તેના અંગૂઠા પર લાગ્યો હતો. આ કારણે શિખર ધવન પોતાની ઇનિંગ બાદ ડ્રેસિંગ રૂમમાં જ બેસી રહ્યો હતો. તે ફીલ્ડિંગ માટે મેદાન પર ઉતરી શક્યો નહોતો. રવિન્દ્ર જાડેજાએ ધવનની જગ્યાએ ફીલ્ડિંગ કરી હતી.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ધવનને ફિટ થતા 3 સપ્તાહ લાગી શકે છે. આવામાં કૉચ સંજય બાંગરનું કહેવું છે કે ધવન 10થી 12 દિવસમાં ઠીક થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન