Battle between BJP and Congress in Gujarat's eight assembly by-elections
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં 8 વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, આ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

રાજ્યમાં 8 વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, આ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

 | 5:22 pm IST
  • Share

ગુજરાતની આઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress) વચ્ચે ખરાખરીનો જંગ જામશે એવું લાગી રહ્યું છે. ત્યારે આજે વિવિધ બેઠક પર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મોરબી બેઠકની વાત કરીએ તો મોરબી વિધાનસભા બેઠકની પેટચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે ફોર્મ ભર્યું. જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પણ ફોર્મ ભર્યુ. આ દરમિયાન આઈ.કે.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

ગઢડા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર મોહન સોલંકીએ ઉમેદવારી નોંધાવી:

આ સિવાય ગઢડા બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર મોહન સોલંકીએ ગઢડા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. તે સમય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા. વિરજી ઠુમ્મર, શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. ઉપરાંત, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ અને બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિંમત ભાઈ કટારીયા સાથે હાજર રહ્યા હતા. જોકે, ઉમેદવારી નોંધાવતાં પહેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કરજણ: કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું:

કરજણ વિધાનસભા બેઠક પર આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ શક્તિપ્રદર્શન રૂપી કાર રેલી યોજી ફોર્મ ભર્યું હતું. કરજણ બેઠકની પેટાચૂંટણી કોંગ્રેસ વર્સીસ કોંગ્રેસ થઈ ગઈ છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ હવે ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે ત્યારે તેમના જ મિત્ર કિરીટસિંહ હવે તેઓને ફક્ત હરીફ ગણી અક્ષય પટેલને માત કરવા જંગે ચઢ્યા છે.


ધારી, લીંબડી અને અબડાસા બેઠક માટે પણ ઉમેદવારી નોંધાઈ:

ધારી બેઠક પર પણ આજે કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડીયાએ ફોર્મ ભર્યુ. તે સમય પુજાભાઇ વંશ, હર્ષદભાઈ રિબડીયા, અમરીશ ડેર સહીતના ઘારાસભ્યો હાજર રહ્યા હતા. આ સિવાય લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણાએ ફોર્મ ભર્યુ. ત્યારે મંત્રી આર.સી.ફળદુ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત, અબડાસા બેઠકની વાત કરીએ તો બીજેપીએ પ્રધુમન સિંહ જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ડૉ.શાંતિલાલ સેધાણીને ટીકીટ આપી છે. આજે કોંગ્રેસ ઉમેદવાર ડૉ.શાંતિલાલ સેંધાણીએ વિજય મૂહર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. તેથી અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રધુમન સિંહ જાડેજા અને કોંગ્રેસ ઉમેદવાર શાંતિલાલ સેંધાણી વચ્ચે ચૂંટણી જંગ જામશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન