આ છે ભીમા કોરેગાંવના યુદ્ધની અસલી કહાની, જેને કારણે આખુ મહારાષ્ટ્ર સળગ્યું છે - Sandesh
  • Home
  • India
  • આ છે ભીમા કોરેગાંવના યુદ્ધની અસલી કહાની, જેને કારણે આખુ મહારાષ્ટ્ર સળગ્યું છે

આ છે ભીમા કોરેગાંવના યુદ્ધની અસલી કહાની, જેને કારણે આખુ મહારાષ્ટ્ર સળગ્યું છે

 | 3:31 pm IST

મહારાષ્ટ્રમાં દલિતો અને મરાઠા સમુદાયની વચ્ચે થયેલી હિંસક અથડામણની આગ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ છે. આજે દલિત સંગઠને મહારાષ્ટ્ર બંધની જાહેરાત પણ કરી છે. તો આ વચ્ચે જ જાણીએ કે, ભીમા કોરેગાંવની 200 વર્ષ જૂની સ્ટોરી શું છે, જ્યાં 800 મહારોએ 28 હજાર મરાઠાઓને હરાવ્યા હતા.

વાત 1818ની છે. ત્યારે પેશવા બાજીરાવ દ્વિતીયની આગેવાનીમાં 28 હજાર મરાઠા બ્રિટિશ પર હુમલો કરવા પૂણે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને 800 સૈનિકોની ફોર્સ મળી હતી, જે પૂણેમાં બ્રિટિશ સૈનિકોને સાથ આપવાના હાત. પેશવાએ 2000 સૈનિકો મોકલીને તેમના પર હુમલો કર્યો હતો. કેપ્ટન ફ્રાન્સિસ સ્ટોન્ટનની આગેવાનીવાળી ઈસ્ટ ઈન્ડિયા કંપની આ ટુકડી સાથે 12 કલાક લડતી રહી. તેમણે મરાઠાઓને સફળ ન થવા દીધા. બાદમાં મરાઠાઓએ પીછેહઠ કરી હતી. જે ટુકડી મરાઠા સૈનિકો સાથે લડી હતી. તેમાં મોટાભાગના સૈનિકો દલિત સમુદાયના હતા. તે બોમ્બે નેટિવ ઈન્ફ્રૈન્ટી સાથે સંબંધ ધરાવતા હતા.

આ લડાઈનો ઉલ્લેખ જેમ્સ ગ્રાન્ટ ડફનું પુસ્તક એ હિસ્ટ્રી ઓફ ધ મરાઠાસમાં કરાયો છે. જે અનુસાર, ભીમા નદીના કિનારે થયેલા આ યુદ્ધમાં મહાર સમુદાયના સૈનિકોએ 28 હજાર મરાઠાઓને રોકી રાખ્યા હતા. બ્રિટિશ અનુમાન અનુસાર, આ લડાઈમા પેશવાના 500-600 સૈનિકો માર્યા ગયા હતા. ભારત સરકારે મહાર રેજિમેન્ટ પર 1981માં સ્ટેમ્પ પણ જાહેર કર્યો હતો.

જોકે, આ લડાઈને લઈને દલિત અને મરાઠા સમુદાયના લોકોમાં અલગ અલગ તર્ક છે. કેટલાક જાણકારો માને છે કે, મહારો માટે આ અંગ્રેજોની નહિ, પરંતુ પોતાની અસ્મિતાની લડાઈ હતી. કેમ કે, પેશવા શાસક મહારો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરતા હતા. કેટલાક ઈતિહાસકારો બતાવે છે કે, દલિતોની એટલી ખરાબ દશા હતી કે, નગરમાં પ્રવેશ કરતા સમયે મહારોને પોતાની કમરમાં એક વૃક્ષ બાંધીને ચાલવું પડતું હતું. જેથી તેમના પગના નિશાન વૃક્ષની ડાળીને પગલે મટી જાય.

એટલુ જ નહિ, તે સમયે દલિતોના ગળામાં એક વાસણ પણ લટકાવવામાં આવતું, જેથી તેઓ તેમાં થૂંકી શકે અને તેમના થૂકથી કોઈ સવર્ણ અપવિત્ર ન થઈ જાય. કૂવો અને પોખરમાઁથી પાણી કાઢવા મામલે પણ તેમની સાથે ભેદભાવ થતા રહેતા.

તો કેટલાક ઈતિહાસકારોની આ લડાઈ અંગે જુદો મત છે. તેમનું માનવું છે કે, મહારોએ મરાઠાઓને નહિ, પરંતુ બ્રાહ્મણોને હરાવ્યા હતા. બ્રાહ્મણોએ છૂઆછૂટ દલિતો પર થોપી દીધી હતી. જેનાથી તેઓ નારાજ હતા. જ્યારે મહારોએ અવાજ ઉઠાવી તો બ્રાહ્મણો નારાજ થઈ ગયા હતા. આ કારણે મહાર બ્રિટિશ ફોજ સાથે મળી ગયા હતા. ઈતિહાસ પર નજર નાખીએ તો મહારો અને મરાઠાઓની વચ્ચે પહેલા ક્યારેય મતભેદો નથી થયા. મરાઠાઓનું નામ તેમાં લાવવામા આવે છે. કેમ કે, બ્રાહ્મણોને મરાઠાઓ પાસેથી પેશ્વાઈ છીનવી હતી. જેનાથી મરાઠા નારાજ હતા. જો બ્રાહ્મણ છૂતઅછૂત ખત્મ કરી દેતો તો કદાચ આ લડાઈ ન થાત.