BB 13: Siddharth Asked Rashmi- Is She Love him?
  • Home
  • Entertainment
  • Bollywood
  • Big Boss: સિદ્ધાર્થે બધાની વચ્ચે રશ્મિને પુછ્યું- શું તું મને પ્રેમ કરે છે?

Big Boss: સિદ્ધાર્થે બધાની વચ્ચે રશ્મિને પુછ્યું- શું તું મને પ્રેમ કરે છે?

 | 5:29 pm IST

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેશાઈ બિગ બોસ 13નાં સૌથી ચર્ચામાં રહેલાં છે. શોની શરૂઆતમાં બંને વચ્ચે અનેકવાર ઝઘડાઓ થયા હતા. સિદ્ધાર્થ અને રશ્મિ એકબીજાને નીચા દેખાડવાનો એક પણ મોકો જવા દેતા ન હતા. પણ હવે લાગે છે કે, બંને વચ્ચેની આ નફરત દોસ્તીમાં બદલાઈ ગઈ છે.

રવિવારે વિકેન્ડ વોર એપિસોડમાં સલમાન ખાન કન્ટેન્સન્ટ્સને એક મજેદાર ટાસ્ક આપશે. જેમાં તમામ છોકરીઓ છોકરાઓને વેક્સ કરશે. સલમાન ખાન છોકરીઓને ઈન્ટરેસ્ટિંગ સવાલ પુછશે, જવાબ પર ઘરવાળાની સહમતિ ન થવા પર છોકરીઓ છોકરાઓનાં હાથ પર કે પગ પર વેક્સ કરશે.

આ ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થ શુક્લા સલમાન ખાનને કહે છે કે, રશ્મિ માટે એક સવાલ છે. સિદ્ધાર્થ કહે છે કે, સર રશ્મિને પુછો કે શું તે સિદ્ધાર્થ શુક્લાને પ્રેમ કરે છે? સિદ્ધાર્થની આ વાત સાંભળીને જ્યાં એકબાજુ ઘરવાળા હેરાન થઈ જાય છે તો સાથે ખુબ મજા પણ લે છે. જે બાદ આજનો આ એપિસોડ જોવા માટે ફેન્સ તલપાપડ બની રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ

રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી વિવાદમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન